ગીતશાસ્ત્ર 64 : 1 (GUV)
મુખ્ય ગવૈયાને માટે. દાઉદનું ગીત. હે ઈશ્વર, મારી ફરિયાદનો પોકાર સાંભળો; શત્રુના ભયથી મારો જીવ બચાવો.
ગીતશાસ્ત્ર 64 : 2 (GUV)
ભૂંડાઈ કરનારાઓનાં કાવતરાંથી, અન્યાય કરનારાઓના હુલ્લડથી મને સંતાડો.
ગીતશાસ્ત્ર 64 : 3 (GUV)
તેઓએ તરવારની જેમ તેમની જીભ તીક્ષ્ણ કરી છે, અને તેઓએ બાણ, એટલે વાગ્બાણ, તાક્યાં છે, કે
ગીતશાસ્ત્ર 64 : 4 (GUV)
તેઓ એકાંતમાં ઉત્તમ માણસને મારે. તેઓ તેને ઓચિંતો મારે છે, અને બીતા નથી.
ગીતશાસ્ત્ર 64 : 5 (GUV)
તેઓ પોતાની દુષ્ટ ધારણા દઢ કરે છે. તેઓ ગુપ્ત પાશ નાખવાને મસલત કરે છે; તેઓ કહે છે કે અમને કોણ જોશે?
ગીતશાસ્ત્ર 64 : 6 (GUV)
તેઓ દુષ્ટ કર્મો શોધી કાઢે છે; તેઓએ ચતુરાઈથી યુક્તિ યોજી છે. તેઓમાંના દરેકના પેટનો વિચાર તથા હ્રદય ઊંડાં છે.
ગીતશાસ્ત્ર 64 : 7 (GUV)
પણ ઈશ્વર તેઓને તાકીને બાણ મારશે; તેઓ એકાએક ઘાયલ થઈ જશે.
ગીતશાસ્ત્ર 64 : 8 (GUV)
એમ તેઓ ઠોકર ખાશે. તેમની જીભ તેઓને નડશે; જેઓ તેમને જોશે તેઓ સર્વ માથાં ધુણાવશે.
ગીતશાસ્ત્ર 64 : 9 (GUV)
પછી સર્વ માણસ બીશે; તેઓ ઈશ્વરનાં કૃત્યો પ્રગટ કરશે, અને તેમનાં કામ વિષે સમજણથી વિચાર ચલાવશે.
ગીતશાસ્ત્ર 64 : 10 (GUV)
ન્યાયીઓ યહોવામાં આનંદ કરશે, અને તેમના પર ભરોસો રાખશે, અને હ્રદયના સર્વ યથાર્થીઓ જયજયકાર કરશે.

1 2 3 4 5 6 7 8 9 10

BG:

Opacity:

Color:


Size:


Font: