ગીતશાસ્ત્ર 63 : 1 (GUV)
દાઉદનું ગીત; તે યહૂદિયાના અરણ્યમાં હતો તે વખતનું. હે ઈશ્વર, તમે મારા ઈશ્વર છો; હું તમને વહેલા શોધીશ; જ્યાં પાણી હોતું નથી, એવા સૂકા તથા ખેદજનક દેશમાં મારો આત્મા તમારે માટે તલસે છે, મારો દેહ તમારે માટે તલપે છે.
ગીતશાસ્ત્ર 63 : 2 (GUV)
તેથી તમારું સામર્થ્ય તથા ગૌરવ જોવાને માટે, મેં પવિત્રસ્થાનમાં તમારી તરફ જોયું છે.
ગીતશાસ્ત્ર 63 : 3 (GUV)
કેમ કે તમારી કૃપા જીવન કરતાં ઉત્તમ છે; મારા હોઠો તમારી સ્તુતિ કરશે.
ગીતશાસ્ત્ર 63 : 4 (GUV)
હું આવી રીતે મરણપર્યંત તમને ધન્યવાદ આપીશ. હું તમારે નામે મારા હાથ જોડીને ઊંચા કરીશ.
ગીતશાસ્ત્ર 63 : 5 (GUV)
મારા બિછાના પર તમે મને યાદ આવો છો, અને હું રાતને પહોરે તમારું ધ્યાન ધરું છું ત્યારે,
ગીતશાસ્ત્ર 63 : 6 (GUV)
જાણે કે મજ્જા તથા મેદથી મારો આત્મા તૃપ્ત થશે; અને હર્ષિત હોઠોથી મારું મુખ તમારું સ્તવન કરશે.
ગીતશાસ્ત્ર 63 : 7 (GUV)
કેમ કે તમે મારા સહાયકારી થયા છો, અને હું તમારી પાંખોની છાયામાં હર્ષિત થઈશ.
ગીતશાસ્ત્ર 63 : 8 (GUV)
મારા આત્માએ તમારો કેડો પકડ્યો છે; તમારો જમણો હાથ મને ઊંચકી રાખે છે.
ગીતશાસ્ત્ર 63 : 9 (GUV)
પણ જેઓ મારા આત્માનો નાશ કરવા મથે છે, તેઓ ધરતીની ઊંડી ખાઈઓમાં પડશે.
ગીતશાસ્ત્ર 63 : 10 (GUV)
તેઓ તરવારને સ્વાધીન થશે; તેઓ શિયાળોનું ભક્ષ થઈ જશે.
ગીતશાસ્ત્ર 63 : 11 (GUV)
પરંતુ રાજા તો ઈશ્વરમાં આનંદ કરશે; જે તેમના સમ ખાય છે તે દરેકનો જય થશે; કેમ કે જૂઠું બોલનારાનાં મોં તો બંધ કરી દેવામાં આવશે.

1 2 3 4 5 6 7 8 9 10 11

BG:

Opacity:

Color:


Size:


Font: