ગીતશાસ્ત્ર 62 : 1 (GUV)
દેવ સમક્ષ મારો આત્મા શાંત રહે છે. મારી રક્ષા કરવા તેની ધીરજથી રાહ જોઉ છું, કારણ ફકત તે જ મારૂં તારણ કરી શકે છે.
ગીતશાસ્ત્ર 62 : 2 (GUV)
હા, તે એકલાં જ મારા ખડક તથા તારક, તે મારા ગઢ છે; સમર્થ શત્રુઓ પણ મને પરાજય આપી શકે તેમ નથી, પછી મને શાનો ભય?
ગીતશાસ્ત્ર 62 : 3 (GUV)
જે વ્યકિત નમી ગયેલી ભીંત કે ભાગી ગયેલી વાડ જેવી નિર્બળ છે, તેના ઉપર તમે સર્વ માણસો ક્યાં સુધી આક્રમણ કરશો?
ગીતશાસ્ત્ર 62 : 4 (GUV)
તેઓ તેને તેના શ્રેષ્ઠ સ્થાનેથી નીચે પાડી દેવા ચાહે છે; તેઓ જૂઠથી હરખાય છે, અને મુખેથી આશીર્વાદ આપે છે, પરંતુ હૃદયથી શાપ આપે છે.
ગીતશાસ્ત્ર 62 : 5 (GUV)
મારો આત્મા દેવ સમક્ષ શાંતિથી અને ધૈર્યથી રાહ જુએ છે. હું અપેક્ષા રાખુ છુ કે તે મારી રક્ષા કરે; કારણ, તે એકલોજ મને બચાવી શકે તેમ છે.
ગીતશાસ્ત્ર 62 : 6 (GUV)
હા, તે એકલા જ મારા ખડક, તારક અને ગઢ છે, હું ઉથલાઇ જનાર નથી.
ગીતશાસ્ત્ર 62 : 7 (GUV)
ઇશ્વરમાં મારું ગૌરવ તથા તારણ છે, મારો સાર્મથ્યનો ખડક અને આશ્રય પણ ઇશ્વરમાંજ છે.
ગીતશાસ્ત્ર 62 : 8 (GUV)
હે લોકો, દેવનો હંમેશા ભરોસો કરો, અને તમારી શું મનોકામના છે તે તેને કહો. આપણા સૌનો આશ્રય દેવ છે.
ગીતશાસ્ત્ર 62 : 9 (GUV)
ખરેખર લોકો મદદ કરી શકતા નથી, દેવની સાથે સરખાવીએ તો, તેઓ કાંઇજ નથી; ફકત તમારી દમન અને દબાણથી હવાના એક સુસવાટા સમાન છે.
ગીતશાસ્ત્ર 62 : 10 (GUV)
દમન કરીને બળજબરીથી વસ્તુઓ લેવાની તમારી શકિત પર આધાર રાખશો નહિ. લૂંટ કરીને મેળવવું છે એવું વિચારશો નહિ. જો તમે ધનવાન બનો તો, તમારી સંપત્તિ તમને મદદ કરશે એવો આધાર રાખશો નહિ.
ગીતશાસ્ત્ર 62 : 11 (GUV)
દેવ એકવાર બોલ્યાં છે, ને મેં બે વાર સાંભળ્યું છે: “સાર્મથ્ય દેવ પાસે છે.”
ગીતશાસ્ત્ર 62 : 12 (GUV)
ઓ યહોવા, કૃપા પણ તમારી જ છે, તમે પ્રત્યેક વ્યકિતને કર્માનુસાર તેના કર્મનું ફળ આપો છો.

1 2 3 4 5 6 7 8 9 10 11 12