ગીતશાસ્ત્ર 56 : 1 (GUV)
હે દેવ દયા કરો મારા પર, શત્રુઓ મને નડી રહ્યાં છે તેઓ મારી વિરુદ્ધ સતત લડે છે.
ગીતશાસ્ત્ર 56 : 2 (GUV)
મારા શત્રુઓ સતત મારા પર હુમલો કરી રહ્યાં છે. ઘણા લડવૈયાઓ મારી સામે ઊભા થયા છે.
ગીતશાસ્ત્ર 56 : 3 (GUV)
જ્યારે મને બીક લાગશે ત્યારે હું તમારો ભરોસો કરીશ.
ગીતશાસ્ત્ર 56 : 4 (GUV)
હું દેવની કૃપાથી તેમના વચન માટે સ્તુતિ કરું છું. દેવ પર આધાર રાખું છું, તેથી મને જરાપણ બીક નથી. માત્ર મરણાધીન માનવી મને શું કરે તેમ છે?
ગીતશાસ્ત્ર 56 : 5 (GUV)
મારા શત્રુઓ હંમેશા મારા શબ્દોને મચડી નાખે છે. અને મારી વિરુદ્ધ કાવતરા કરે છે.
ગીતશાસ્ત્ર 56 : 6 (GUV)
તેઓ એકઠા થાય છે ને સંતાઇ રહે છે, તેઓ મારાઁ પગલાં પકડે છે, જીવ લેવાની રાહ જુએ છે.
ગીતશાસ્ત્ર 56 : 7 (GUV)
યહોવા, તેમને તેમના દુષ્ટ કૃત્યો માટે દેશનિકાલ કરો. તેમને વિદેશી રાષ્ટોનો કોપ સહન કરવા દો.
ગીતશાસ્ત્ર 56 : 8 (GUV)
તમે મારી બધી વેદના જોઇ છે. તમે મારા આંસુઓથી જ્ઞાત છો. તમે તેને તમારી શીશીમાં સંઘર્યો છે. અને તે બધાંયનો તમે હિસાબ રાખ્યો છે.
ગીતશાસ્ત્ર 56 : 9 (GUV)
હું જે સમયે વિનંતી કરું છું, તે સમયે મારા શત્રુઓ પાછા ફરશે; હું ખાત્રી પૂર્વક જાણું છું કે દેવ મારા પક્ષે છે.
ગીતશાસ્ત્ર 56 : 10 (GUV)
હું દેવની તેમનાં વચનને માટે સ્તુતિ કરીશ, હું યહોવાની તેનાં વચન માટે સ્તુતિ કરીશ.
ગીતશાસ્ત્ર 56 : 11 (GUV)
મને દેવ પર ભરોસો છે, હું જરાય ડરનાર નથી, પછી માણસ મને શું કરનાર છે?
ગીતશાસ્ત્ર 56 : 12 (GUV)
હે યહોવા, મેં તમને વચનો આપ્યા છે, અને હું તેમને પરિપૂર્ણ કરીશ, હું તમને મારી આભાર સ્તુતિનાં અર્પણ કરીશ.
ગીતશાસ્ત્ર 56 : 13 (GUV)
કારણકે મને તમે મૃત્યુમાંથી બચાવ્યો છે, તમે મારા પગને લથડતાં બચાવ્યાં છે, જેથી હું જીવનનાં અજવાળામાં દેવની સામે જીવી શકું.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13