ગીતશાસ્ત્ર 54 : 1 (GUV)
હે યહોવા દેવ, તમારા નામે મને બચાવો; અને તમારા પરાક્રમથી મારો ન્યાય કરો.
ગીતશાસ્ત્ર 54 : 2 (GUV)
હે દેવ, મારી પ્રાર્થના સાંભળો; મારા મોઢાંની વાતો કાને ઘરો.
ગીતશાસ્ત્ર 54 : 3 (GUV)
વિદેશનાં માણસો મારી વિરુદ્ધ થયા છે, તેઓ અતિ ક્રૂર છે, મારો જીવ લેવા ઇચ્છે છે. ‘દેવ છે’ એ હકીકતની તેમને દરકાર નથી.
ગીતશાસ્ત્ર 54 : 4 (GUV)
યહોવા દેવ, મને સહાય કરનાર છો, મારા જીવનનો એજ આધાર છે.
ગીતશાસ્ત્ર 54 : 5 (GUV)
યહોવા મારા શત્રુઓને દુષ્ટતાનો બદલો આપશે, હે દેવ, તમારા સત્ય વચનો પ્રમાણે દુષ્ટોનો અંત લાવો.
ગીતશાસ્ત્ર 54 : 6 (GUV)
હું તમારી પાસે, રાજીખુશીથી મારા અર્પણો લાવું છું; હે યહોવા, હું તમારા શુભ નામની સ્તુતિ કરીશ.
ગીતશાસ્ત્ર 54 : 7 (GUV)
દેવે મારી, સર્વકાળે સર્વ સંકટમાં રક્ષા કરી છે; મારા શત્રુઓ પર વિજય અપાવ્યો, તે મેં નજરે નિહાળ્યું છે. 8
❮
❯