ગીતશાસ્ત્ર 50 : 1 (GUV)
આસાફનું ગીત. ઈશ્વર, હા, ઈશ્વર યહોવા બોલ્યા છે, તેમણે સૂર્યના ઉદયથી તે તેના અસ્ત સુધી પૃથ્વીને બોલાવી છે.
ગીતશાસ્ત્ર 50 : 2 (GUV)
સિયોન જે સૌન્દર્યની સંપૂર્ણતા છે તેમાંથી ઈશ્વર પ્રકાશ્યા છે.
ગીતશાસ્ત્ર 50 : 3 (GUV)
આપણા ઈશ્વર આવશે, તે ચૂપ રહેશે નહિ; તેમની આગળ અગ્નિ બાળી મૂકશે, તેમની આસપાસ તોફાન જાગશે.
ગીતશાસ્ત્ર 50 : 4 (GUV)
પોતાના લોકનો ન્યાય કરવા તે ઉપરના આકાશને તથા પૃથ્વીને બોલાવશે;
ગીતશાસ્ત્ર 50 : 5 (GUV)
“જેઓએ યજ્ઞથી મારી સાથે કરાર કર્યો છે એવા મારા ભક્તોને મારી પાસે ભેગા કરો.”
ગીતશાસ્ત્ર 50 : 6 (GUV)
આકાશો તેમનું ન્યાયીપણું પ્રગટ કરશે, કેમ કે ઈશ્વર પોતે ન્યાયાધીશ છે. (સેલાહ)
ગીતશાસ્ત્ર 50 : 7 (GUV)
“હે મારા લોકો, સાંભળો, હું બોલીશ; હે ઇઝરાયલ, [સાંભળ,] હું તારી વિરુદ્ધ સાક્ષી પૂરીશ; હું ઈશ્વર છું, [હા] તારો ઈશ્વર છું.
ગીતશાસ્ત્ર 50 : 8 (GUV)
તારા યજ્ઞોને લીધે હું તને ઠપકો દઈશ નહિ; અને તારાં દહનીયાર્પણ નિરંતર મારી આગળ થાય છે.
ગીતશાસ્ત્ર 50 : 9 (GUV)
હું તારી કોડમાંથી ગોધો, અને તારા વાડાઓમાંથી બકરા લઈશ નહિ.
ગીતશાસ્ત્ર 50 : 10 (GUV)
કેમ કે અરણ્યનું દરેક પશુ તથા હજાર ડુંગરો ઉપરનાં જનાવર મારાં છે.
ગીતશાસ્ત્ર 50 : 11 (GUV)
હું પર્વતોનાં સર્વ પક્ષીઓને ઓળખું છું; અને જંગલનાં હિંસક પ્રાણીઓ મારાં છે.
ગીતશાસ્ત્ર 50 : 12 (GUV)
જો હું ભૂખ્યો હોઉં, તોપણ હું તને કહું નહિ; કેમ કે જગત તથા તેનું સર્વસ્વ મારું છે.
ગીતશાસ્ત્ર 50 : 13 (GUV)
શું હું ગોધાઓનું માંસ ખાઉં, અથવા બકરાઓનું રક્ત પીઉં?
ગીતશાસ્ત્ર 50 : 14 (GUV)
ઈશ્વરને આભારસ્તુતિનાં અર્પણો ચઢાવ. અને પરાત્પર પ્રત્યે તારી માનતાઓ ઉતાર;
ગીતશાસ્ત્ર 50 : 15 (GUV)
સંકટને સમયે મને વિનંતી કર; હું તને છોડાવીશ, અને તું મારો મહિમા [પ્રગટ] કરશે.”
ગીતશાસ્ત્ર 50 : 16 (GUV)
પણ ઈશ્વર દુષ્ટને કહે છે, “તારે મારા વિધિઓ શા માટે પ્રગટ કરવા જોઈએ, તથા મારો કરાર શા માટે તારા મુખમાં લેવો જોઈએ?
ગીતશાસ્ત્ર 50 : 17 (GUV)
કેમ કે તું [મારી] ‍ શિખામણનો તિરસ્કાર કરે છે, અને મારા શબ્દો તું તારી પાછળ નાખે છે.
ગીતશાસ્ત્ર 50 : 18 (GUV)
તેં ચોર જોયો ત્યારે‍ તેં તેને સંમતિ આપી, અને તું વ્યભિચારીઓનો ભાગીદાર થયો છે.
ગીતશાસ્ત્ર 50 : 19 (GUV)
તું ભૂંડાઈને તારું મોઢું સોંપે છે, અને તારી જીભ કપટ રચે છે.
ગીતશાસ્ત્ર 50 : 20 (GUV)
તું બેસીને તારા ભાઈની વિરુદ્ધ બોલે છે; તું તારી પોતાની માના દીકરાની બદનક્ષી કરે છે.
ગીતશાસ્ત્ર 50 : 21 (GUV)
આવાં કામ તેં કર્યાં છે, અને હું ચૂપ રહ્યો; તેથી તેં ધાર્યું છે કે હું છેક તારા જેવો છું, [પણ] હું તને ઠપકો આપીશ, અને હું [તારાં કામ] તારી આંખો આગળ અનુક્રમે ગોઠવીશ.
ગીતશાસ્ત્ર 50 : 22 (GUV)
હે ઈશ્વરને વીસરનારા, હવે આનો વિચાર કરો, રખેને હું તમારા ફાડીને ટુકડેટુકડા કરું અને છોડાવનાર કોઈ હોય નહિ;
ગીતશાસ્ત્ર 50 : 23 (GUV)
જે ઉપકારસ્તુતિનાં અપર્ણ ચઢાવે છે તે મારો મહિમા [પ્રગટ] કરે છે; અને જે પોતાની વર્તણૂક [નિયમસર] રાખે છે, તેને હું ઈશ્વરનું તારણ દેખાડીશ.”

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23

BG:

Opacity:

Color:


Size:


Font: