ગીતશાસ્ત્ર 5 : 1 (GUV)
મુખ્ય ગવૈયાને માટે; નહીલોથ સાથે ગાવાને. દાઉદનું ગીત. હે યહોવા, મારા બોલવા પર કાન ધરો, મારા ચિંતન પર લક્ષ લગાડો.
ગીતશાસ્ત્ર 5 : 2 (GUV)
હે મારા રાજા અને મારા ઈશ્વર, મારી અરજ સાંભળો! કેમ કે હું તમારી પ્રાર્થના કરું છું.
ગીતશાસ્ત્ર 5 : 3 (GUV)
હે યહોવા, સવારમાં તમે મારી પ્રાર્થના સાંભળશો; સવારમાં તે સિદ્ધ કરીને [ઉત્તરને માટે] હું તાકી રહીશ.
ગીતશાસ્ત્ર 5 : 4 (GUV)
કેમ કે દુષ્ટતાથી ખુશી થાય એવા ઈશ્વર તમે નથી; ભૂંડાઈ તમારી પાસે રહી શકતી નથી.
ગીતશાસ્ત્ર 5 : 5 (GUV)
તમારી હજૂરમાં ગર્વિષ્ઠો ઊભા રહી શક્તા નથી; કેમ કે તમે સર્વ દુષ્કર્મીઓનો દ્વેષ કરો છો.
ગીતશાસ્ત્ર 5 : 6 (GUV)
જૂઠું બોલનારાઓનો નાશ તમે કરશો; ખૂની તથા કપટી માણસોથી યહોવા કંટાળે છે.
ગીતશાસ્ત્ર 5 : 7 (GUV)
પણ હું તો તમારી પુષ્કળ કૃપાથી તમારા મંદિરમાં આવીશ; હું તમારી બીક રાખીને તમારા પવિત્ર મંદિર તરફ [ફરીને] ભજન કરીશ.
ગીતશાસ્ત્ર 5 : 8 (GUV)
હે યહોવા, મારા શત્રુઓના કારણથી તમે તમારા ન્યાયીપણામાં મને ચલાવો. મારી આગળ તમારો માર્ગ પાધરો કરો.
ગીતશાસ્ત્ર 5 : 9 (GUV)
કેમ કે તેમના બોલવામાં કંઈ સત્યતા નથી. તેઓનાં અંત:કરણોમાં નરી દુષ્ટતા છે; તેમનું ગળું ઉઘાડી કબર છે. તેઓ પોતાની જીભે ખુશામત કરે છે.
ગીતશાસ્ત્ર 5 : 10 (GUV)
હે ઈશ્વર, તમે તેઓને અપરાધી ગણો. તેઓ પોતાની જ યુક્તિઓમાં પોતે ફસાઈ પડે. તેમના પુષ્કળ અપરાધોને લીધે તેઓને હડસેલી કાઢો; કેમ કે તેઓએ તમારી વિરુદ્ધ બંડ મચાવ્યું છે.
ગીતશાસ્ત્ર 5 : 11 (GUV)
પણ તમારા પર ભરોસો રાખનારા બધા આનંદ કરશે; તમે તેમનું રક્ષણ કરો છો માટે તેઓ સદા હર્ષનાદ કરશે. વળી તમારા નામ પર પ્રેમ કરનારા તમારામાં હર્ષ પામશે.
ગીતશાસ્ત્ર 5 : 12 (GUV)
કેમ કે તમે ન્યાયીને આશીર્વાદ આપશો. હે યહોવા, જાણે ઢાલથી તેમ મહેરબાનીથી તમે તેને ઘેરી લેશો.

1 2 3 4 5 6 7 8 9 10 11 12

BG:

Opacity:

Color:


Size:


Font: