ગીતશાસ્ત્ર 46 : 1 (GUV)
મુખ્ય ગવૈયાને માટે; કોરાના દીકરાઓનું [ગીત]; રાગ અલામોથ. ગાયન. ઈશ્વર આપણા આશ્રય તથા આપણું સામર્થ્ય છે, સંકટને સમયે તે હાજરાહજૂર મદદગાર છે.
ગીતશાસ્ત્ર 46 : 2 (GUV)
માટે જો પૃથ્વી ઊથલપાથલ થાય, જો પર્વતો સમુદ્રમાં ડૂબી જાય,
ગીતશાસ્ત્ર 46 : 3 (GUV)
જો તેનું પાણી ગર્જના કરે તથા વલોવાય, જો તેના ઊછળવાથી પર્વતો કાંપી ઊઠે, તોપણ આપણે બીએ નહિ.
ગીતશાસ્ત્ર 46 : 4 (GUV)
જેના વહેળા ઈશ્વરના નગરને, એટલે પરાત્પરના મંડપના પવિત્રસ્થાનને આનંદમય કરે છે એવી એક નદી છે.
ગીતશાસ્ત્ર 46 : 5 (GUV)
ઈશ્વર તેમાં છે; તેને હલાવી શકાશે નહિ; મોટી પરોઢે ઈશ્વર તેને મદદ કરશે.
ગીતશાસ્ત્ર 46 : 6 (GUV)
વિદેશીઓએ તોફાન મચાવ્યું, અને રાજ્યો ડગમગી ગયાં; તેમણે ગર્જના કરી, એટલે પૃથ્વી પીગળી ગઈ.
ગીતશાસ્ત્ર 46 : 7 (GUV)
આપણી સાથે સૈન્યોના [સરદાર] યહોવા છે; આપણો આશ્રય યાકૂબના ઈશ્વર છે. (સેલાહ)
ગીતશાસ્ત્ર 46 : 8 (GUV)
આવો, યહોવાનાં કૃત્યો જુઓ, તેમણે પૃથ્વીની કેવી પાયમાલી કરી છે [તે જુઓ].
ગીતશાસ્ત્ર 46 : 9 (GUV)
તે પૃથ્વીના છેડા સુધી લડાઈઓ બંધ કરી દે છે; તે ધનુષ્યને ભાંગી નાખે છે, ભાલાને કાપી નાખે છે; અને રથોને અગ્નિથી બાળી નાખે છે.
ગીતશાસ્ત્ર 46 : 10 (GUV)
છાના રહો, [નિશ્ચે] જાણો કે હું ઈશ્વર છું; હું વિદેશીઓમાં મોટો મનાઈશ. હું પૃથ્વીમાં મોટો મનાઈશ.
ગીતશાસ્ત્ર 46 : 11 (GUV)
સૈન્યોના [સરદાર] યહોવા આપણી સાથે છે; આપણો આશ્રય યાકૂબના ઈશ્વર છે. (સેલાહ)

1 2 3 4 5 6 7 8 9 10 11

BG:

Opacity:

Color:


Size:


Font: