ગીતશાસ્ત્ર 44 : 1 (GUV)
હે દેવ, તમે પુરાતન કાળમાં, પિતૃઓના સમયે, જે મહાન કૃત્યો કર્યા હતા, તેના વિષે તેઓએ અમને કહ્યું; તે અમે અમારા કાનોએ સાંભળ્યું છે.
ગીતશાસ્ત્ર 44 : 2 (GUV)
વિદેશીઓની પ્રજાને, તમે તમારા હાથે હાંકી કાઢી, ઇસ્રાએલીઓને એક છેડાથી બીજા છેડા સુધી તેઓને ત્યાં વસાવ્યા હતા.
ગીતશાસ્ત્ર 44 : 3 (GUV)
જેણે તેમને વિજય અપાવ્યો, તે તેમની તરવારો ન હતી. અને તેમને તે ભૂમિનો કબજો લેવા દીધો હતો. તેઓ પોતાના હાથની શકિતથી પોતાનું રક્ષણ કરી શક્યાં ન હતા, પરંતુ તમારા જમણા હાથે, તમારા ભુજે તમારા દૈવી પ્રકાશે તેઓને બચાવ્યાં હતા. કારણ, તમે તેમનાથી પ્રસન્ન હતાં.
ગીતશાસ્ત્ર 44 : 4 (GUV)
હે દેવ, તમે મારા રાજા છો. આજ્ઞા આપો અને યાકૂબના લોકોને તારણ સુધી દોરી જાવ.
ગીતશાસ્ત્ર 44 : 5 (GUV)
અમે અમારા શત્રુઓને માત્ર તમારી સહાયથી હરાવીશું; અને તમારા નામે અમે અમારા વેરીઓને કચરી નાખીશું.
ગીતશાસ્ત્ર 44 : 6 (GUV)
હું મારા ધનુષ પર ભરોસો રાખતો નથી, ‘તરવાર’ પણ મારો બચાવ કરી શકશે નહિ.
ગીતશાસ્ત્ર 44 : 7 (GUV)
તમે અમારા શત્રુના લશ્કરથી અમારી રક્ષા કરી છે, જેઓ અમારો દ્વેષ કરે છે, તેઓને તમે લજ્જિત કરો છો
ગીતશાસ્ત્ર 44 : 8 (GUV)
આખો દિવસ પર્યંત અમો દેવની સ્તુતિ કરીશું! અમે સદાકાળ તમારા નામની આભારસ્તુતિ ચાલુ રાખીશું!
ગીતશાસ્ત્ર 44 : 9 (GUV)
પણ હે યહોવા, તમે અમને તજી દીધા છે અને શરમિંદા કર્યા છે. તમે અમારી સાથે યુદ્ધ માટે આવ્યાં ન હતાં.
ગીતશાસ્ત્ર 44 : 10 (GUV)
તમે શત્રુઓ આગળ અમારી પીછેહઠ કરાવી છે, અને તેઓએ અમને તેમની ઇચ્છા મુજબ લૂંટયા છે.
ગીતશાસ્ત્ર 44 : 11 (GUV)
તમે અમને તજી દીધાં છે, અમારી હાલત કાપવા માટેનાં ઘેટાઁઓ જેવી થઇ છે, અને તમે અમને વિદેશી પ્રજાઓમાં વિખેરી નાખ્યા છે.
ગીતશાસ્ત્ર 44 : 12 (GUV)
તમે અમને નજીવી કિંમતમાં વેચી દીધાં છે, શું તમારી નજરમાં અમારી કોઇ કિંમત નથી ?
ગીતશાસ્ત્ર 44 : 13 (GUV)
અમારા પડોશીઓ આગળ તમે અમને નિંદા રૂપ બનાવ્યાં છે; અને અમારી આસપાસનાં લોકો સમક્ષ અમને હાંસીરૂપ બનાવ્યા છે.
ગીતશાસ્ત્ર 44 : 14 (GUV)
તમે અમને રાષ્ટો વચ્ચે તિરસ્કાર અને હાંસીને પાત્ર બનાવ્યા છે. તેઓ અમારી સામે જુએ છે, તેઓના માથા હલાવે છે અને અમારા પર હસે છે.
ગીતશાસ્ત્ર 44 : 15 (GUV)
આખો દિવસ હું મારું કલંક જોઉં છું અને મારું માથું શરમથી ઝૂકી ગયું છે.
ગીતશાસ્ત્ર 44 : 16 (GUV)
કારણ, મારી નિંદા થાય છે અને મારા વિષે ખરાબ બોલાય છે. જુઓ, મારા શત્રુ તથા વેર વાળનારા આવું કરે છે.
ગીતશાસ્ત્ર 44 : 17 (GUV)
ભલે, આ બધું અમારા પર આવી પડ્યું, તોય અમે તમને ભૂલી નથી ગયા; ને તમારા કરાર પ્રતિ વિશ્વાસઘાતી નથી થયા.
ગીતશાસ્ત્ર 44 : 18 (GUV)
અમારું હૃદય તમારાથી પાછું હઠી ગયું નથી, અને તમારા માર્ગથી, અમે એક ડગલું પણ ચલિત થયા નથી.
ગીતશાસ્ત્ર 44 : 19 (GUV)
તો પણ તમે અમને શિયાળવાની જગામાં કચડ્યા છે; અને અમને તમે મોતની ગાઢ છાયાથી ઢાંકી દીધાં છે
ગીતશાસ્ત્ર 44 : 20 (GUV)
જો અમે અમારા દેવનું નામ ભૂલી ગયા હોત અથવા પારકા દેવોની તરફ અમારા હાથ ફેલાવ્યા હોત,
ગીતશાસ્ત્ર 44 : 21 (GUV)
તો શું દેવે તે જાણ્યું ન હોત? હા, યહોવા સર્વના હૃદયનું રહસ્ય જાણે છે.
ગીતશાસ્ત્ર 44 : 22 (GUV)
પરંતુ તમારે કારણે જ અમે આખો દિવસ માર્યા જઇએ છીએ. તમારે કારણે અમને કાપવા માટે દોરી જવાતાં ઘેટાં જેવા ગણવામાં આવે છે.
ગીતશાસ્ત્ર 44 : 23 (GUV)
હે યહોવા, જાગૃત થાઓ! હવે ઊંઘસો નહિ; અને અમને સદાને માટે, દૂર કરશો નહિ.
ગીતશાસ્ત્ર 44 : 24 (GUV)
તમે તમારું મુખ અમારાથી શા માટે અવળું ફેરવો છો? તમે અમારા સંકટો અને અમારી સતા વણીની અવગણના શા માટે કરો છો?
ગીતશાસ્ત્ર 44 : 25 (GUV)
અમો ધૂળમાં નીચે મ્હો રાખીને પડયાં છીએ અને અમારા પેટ જમીનમાં દબાઇ રહ્યાં છે.
ગીતશાસ્ત્ર 44 : 26 (GUV)
હે દેવ, અમને મદદ કરવા ઊઠો, અને તમારી કૃપાથી અમને બચાવી લો.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26