ગીતશાસ્ત્ર 40 : 1 (GUV)
મેં ધીરજથી સહાય માટે યહોવાની વાટ જોઇ, તેમણે મારી વિનંતી સાંભળી ને મને ઉત્તર આપ્યો.
ગીતશાસ્ત્ર 40 : 2 (GUV)
યહોવાએ મને ઉંચકીને કબરની બહાર કાઢયો, તેમણે મને કાદવમાંથી બહાર કાઢયો, તેમણે મારા પગને અચળ ખડક પર ગોઠવ્યા, અને મારા પગલા સ્થિર કર્યા.
ગીતશાસ્ત્ર 40 : 3 (GUV)
તેમણે આપણા દેવનું સ્તોત્ર, મારા મુખમાં મૂક્યું છે, એટલે ઘણા નવું ગીત જોશે અને બીશે; અને યહોવા પર ભરોસો રાખશે.
ગીતશાસ્ત્ર 40 : 4 (GUV)
જે યહોવાનો વિશ્વાસ કરે છે તે ને ધન્ય છે. તે દૈત્યો પાસે અને ખોટા દેવ પાસે મદદ માટે જતો નથી.
ગીતશાસ્ત્ર 40 : 5 (GUV)
હે યહોવા મારા દેવ, તમે અમારા માટે મહાન ચમત્કારો કર્યા છે. તમારી પાસે અમારા માટે અદૃભૂત યોજનાઓ છે. તમારા જેવું કોઇ નથી ! હું તે અસંખ્ય અદભૂત કૃત્યોના વિષે વારંવાર કહીશ.
ગીતશાસ્ત્ર 40 : 6 (GUV)
તમારે ખરેખર યજ્ઞોની અને ખાદ્યાર્પણની જરૂર નથી. તમે દહનાર્પણ અથવા પાપાર્થાર્પણ માગ્યાઁ નથી. તમે મારા કાન ઉઘાડ્યા છે જેથી હું તમારો સાદ સાંભળી શકુ.
ગીતશાસ્ત્ર 40 : 7 (GUV)
મેં કહ્યું, “હું મારા વિષે પ્રબોધકોએ ગ્રંથમાં લખાએલી ભવિષ્યવાણી પ્રમાણે આવ્યો છું.
ગીતશાસ્ત્ર 40 : 8 (GUV)
હે મારા દેવ, હું તમારી ઇચ્છાનુસાર કાર્ય કરવાને માટે રાજી છું. તમારો નિયમ મારા હૃદયમાં છે.
ગીતશાસ્ત્ર 40 : 9 (GUV)
એક મહા મંડળીમાં તમારાં ન્યાયના શુભ સમાચારની જાહેરાત કરી છે, હે યહોવા, તમે જાણો છો કે મેં ક્યારેય મારું મોઢું બંધ નથી રાખ્યું.
ગીતશાસ્ત્ર 40 : 10 (GUV)
મેં કયારેય તમારી નિષ્પક્ષતાને મારા હૃદયમાં છુપાવી નથી. મેં મહામંડળીમાં તમારી વિશ્વસનીયતા અને તારણ વિષે જાહેરાત કરી છે.
ગીતશાસ્ત્ર 40 : 11 (GUV)
હે યહોવા, તમારી અખૂટ કૃપા મારાથી પાછી ન રાખશો. તમારો સાચો પ્રેમ હંમેશા મારી રક્ષા કરે છે.”
ગીતશાસ્ત્ર 40 : 12 (GUV)
કારણ, મારા માથે સમસ્યાઓનો ઢગલો ખડકાયો છે; મારા અસંખ્ય પાપોનાં બોજ નીચે હું દબાઇ ગયો છું મારા પાપો મારા માથાના વાળથીયે વધારે છે. મેં મારી હિંમત ગુમાવી છે.
ગીતશાસ્ત્ર 40 : 13 (GUV)
હે યહોવા, કૃપા કરી ને મારી રક્ષા કરો. હે યહોવા, હવે મને સહાય કરવા ઉતાવળ કરો.
ગીતશાસ્ત્ર 40 : 14 (GUV)
હે યહોવા, જેઓ મને મારી નાંખવાનો પ્રયત્ન કરે છે તેઓ ફજેત થાઓ અને પરાજય પામો જેઓ મારું નુકશાન કરવા માગે છે તેઓ શરમથી નાસી જાઓ.
ગીતશાસ્ત્ર 40 : 15 (GUV)
જેઓ મારી મજાક કરે છે; તેઓ પરાજયથી પાયમાલ થાઓ.
ગીતશાસ્ત્ર 40 : 16 (GUV)
યહોવા પર અને તેના તારણ પર પ્રેમ કરનાર સર્વના હિતમાં, તેમના યહોવાના આનંદનો ભાગ સદા કાયમ રહો. ઉદ્ધાર ચાહનારા નિરંતર કહો, “યહોવા મોટા મનાઓ.”
ગીતશાસ્ત્ર 40 : 17 (GUV)
હું દીન તથા દરિદ્રી છું, મારી ચિંતા કરો; હે મારા દેવ, તમે મારા સહાયક તથા મુકિતદાતા છો; માટે હવે વિલંબ ન કરશો.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17