ગીતશાસ્ત્ર 4 : 1 (GUV)
મારા ઉમદા દેવ, હું જ્યારે પ્રાર્થના કરું ત્યારે, મને ઉત્તર આપજો, મારી પ્રાર્થના સાંભળીને તમારી કૃપા વરસાવજો, મને મારી મુશ્કેલીઓમાં રાહત આપજો.
ગીતશાસ્ત્ર 4 : 2 (GUV)
હે મનુષ્યો, કયાં સુધી મારા માટે ખરાબ બોલશો? ક્યાં સુધી મને કહેવા માટે નવા જૂઠાણાં શોધશો? તમે તો તે જૂઠાણાં કહેવાનું ચાહો છો.
ગીતશાસ્ત્ર 4 : 3 (GUV)
તમારે જાણવું જોઇએ કે યહોવા તેમના વિશ્વાસુ અનુગામીને સાંભળે છે. તેથી હું હાંક મારીશ ત્યારે યહોવા જરૂર મને સાંભળશે.
ગીતશાસ્ત્ર 4 : 4 (GUV)
તમે ગુસ્સે થયા હશો પણ પાપતો કરશોજ નહિ, જ્યારે તમે પથારીમાં સૂવા જાવ ત્યારે તમારાં હૃદયમાં ઉંડે સુધી વિચાર કરો અને શાંત થઇ જાવ.
ગીતશાસ્ત્ર 4 : 5 (GUV)
યહોવાને ઉમદા અને યોગ્ય અર્પણો ચઢાવો , અને યહોવા પર ભરોસો રાખો.
ગીતશાસ્ત્ર 4 : 6 (GUV)
એવું પુછનાર તો ધણા છે, “અમને દેવની સુંદરતા કોણ બતાવશે? હે યહોવા, તમારા ચમકતા ચહેરાનો પ્રકાશ અમને બતાવો!”
ગીતશાસ્ત્ર 4 : 7 (GUV)
હે યહોવા, ઋતુંનો પાક જોઈ લોકો પ્રસન્નતા પામે છે. પરંતુ તે કરતાં અધિક પ્રસન્નતા તમે મારા હૃદયમાં મૂકી છે.
ગીતશાસ્ત્ર 4 : 8 (GUV)
હું સૂઇ જઇશ ને શાંતિથી ઉંઘી પણ જઇશ, કારણ; હે યહોવા, તમે જ એક મને સુરક્ષાથી સુવા દો છો.
❮
❯