ગીતશાસ્ત્ર 38 : 1 (GUV)
સંભારણાને અર્થે દાઉદનું ગીત. હે યહોવા, તમારા કોપમાં મને ઠપકો ન આપો; અને તમારા રોષમાં મને શિક્ષા ન કરો.
ગીતશાસ્ત્ર 38 : 2 (GUV)
કેમ કે તમારાં બાણ મને વાગ્યાં છે, તમારો હાથ મને જોરથી દાબે છે.
ગીતશાસ્ત્ર 38 : 3 (GUV)
તમારા રોષને લીધે મારા શરીરમાં આરોગ્ય નથી; મારાં પાપને લીધે મારાં હાડકાંમાં શાંતિ નથી;
ગીતશાસ્ત્ર 38 : 4 (GUV)
કેમ કે મારા અન્યાય મારા માથા પર ચઢી ગયા છે; ભારે બોજાની માફક તે મને અસહ્ય થઈ પડ્યા છે.
ગીતશાસ્ત્ર 38 : 5 (GUV)
મારી મૂર્ખાઈને લીધે મારા જખમ સડીને ગંધાઈ ઊઠયા છે.
ગીતશાસ્ત્ર 38 : 6 (GUV)
હું લથડી ગયો છું, હું ઘણો વાંકો વળી ગયો છું; હું આખો દિવસ શોક કર્યા કરું છું.
ગીતશાસ્ત્ર 38 : 7 (GUV)
કેમ કે મારી કમરમાં પુષ્કળ બળતરા થાય છે; અને મારામાં આરોગ્ય નથી.
ગીતશાસ્ત્ર 38 : 8 (GUV)
હું બેહોશ થયો છું તથા ઘણો કચડાઈ ગયો છું; મારા હ્રદયના ગભરાટને લીધે મેં બૂમાબૂમ કરી મૂકી છે.
ગીતશાસ્ત્ર 38 : 9 (GUV)
હે પ્રભુ, મારી સર્વ ઇચ્છા તમે જાણો છો; અને મારો વિલાપ તમને અજાણ્યો નથી;
ગીતશાસ્ત્ર 38 : 10 (GUV)
મારું હૈયું ધડકે છે, મારું બળ ઘટી ગયું છે; અને મારી આંખોનું તેજ પણ જતું રહ્યું છે.
ગીતશાસ્ત્ર 38 : 11 (GUV)
મારા સ્નેહીઓ તથા મારા મિત્રો મારા દરદને લીધે દૂર થઈ ગયા છે; અને મારાં સગાં દૂર રહે છે.
ગીતશાસ્ત્ર 38 : 12 (GUV)
જેઓ મારો જીવ લેવા તાકે છે તેઓ ફાંદા માંડે છે; અને જેઓ મને ઉપદ્રવ કરવા મથે છે તેઓ હાનિકારક વાતો બોલે છે, અને આખો દિવસ કપટ ભરેલા ઇરાદા કરે છે.
ગીતશાસ્ત્ર 38 : 13 (GUV)
પણ હું તો બહેરા માણસની જેમ ‍ તે સાંભળતો નથી; અને મૂંગો માણસ પોતાનું મુખ ઉઘાડતો નથી, તેના જેવો હું છું.
ગીતશાસ્ત્ર 38 : 14 (GUV)
હા, જે માણસ સાંભળતો નથી અને જેના મુખમાં દલીલો નથી તેના જેવો હું છું.
ગીતશાસ્ત્ર 38 : 15 (GUV)
કેમ કે, હે યહોવા, હું તમારા પર આશા રાખું છું; હે પ્રભુ, મારા ઈશ્વર, તમે ઉત્તર આપશો.
ગીતશાસ્ત્ર 38 : 16 (GUV)
કેમ કે મેં કહ્યું, “રખેને તેઓ મારા પર હરખાય”; મારો પગ લપસે છે ત્યારે તેઓ મારી સામે વડાઈ કરે છે.
ગીતશાસ્ત્ર 38 : 17 (GUV)
હું લથડી પડવા તૈયાર છું, મારું દુ:ખ મારી નજર આગળથી કદી દૂર થતું નથી.
ગીતશાસ્ત્ર 38 : 18 (GUV)
હું મારા અન્યાય કબૂલ કરું છું; હું મારા પાપને લીધે શોક કરું છું.
ગીતશાસ્ત્ર 38 : 19 (GUV)
પણ જેઓ વિનાકારણ મારા શત્રુઓ થયા છે તેઓ પરાક્રમી છે; જેઓ અન્યાયથી મારો દ્વેષ કરે છે તેઓ વધી ગયા છે.
ગીતશાસ્ત્ર 38 : 20 (GUV)
વળી જેઓ ભલાને બદલે ભૂંડું પાછું વાળે છે તેઓ મારા શત્રુઓ છે, કારણ કે જે સારું છે તેને હું અનુસરું છું.
ગીતશાસ્ત્ર 38 : 21 (GUV)
હે યહોવા, મને ન તજી દો; હે મારા ઈશ્વર, મારાથી દૂર ન થાઓ.
ગીતશાસ્ત્ર 38 : 22 (GUV)
હે પ્રભુ, મારા તારણ, મને સહાય કરવાને ઉતાવળ કરો.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22

BG:

Opacity:

Color:


Size:


Font: