Psalms 37 : 1 (GUV)
દુષ્ટ લોકો પ્રતિ ગુસ્સે થઇશ નહિ. અને અન્યાય કરનારની ઇર્ષા કરતો નહિ.
Psalms 37 : 2 (GUV)
કારણ તેઓ તો ઘાસ અને લીલા છોડવા જેવાં છે જે ચીમળાઇને મરી જશે.
Psalms 37 : 3 (GUV)
યહોવાનો વિશ્વાસ કર અને સત્કર્મ કર, તો તું તારા દેશમાં રહીશ અને તે (યહોવા) વિશ્વસનીયતાથી જે આપે તેનો આનંદ માણ.
Psalms 37 : 4 (GUV)
યહોવા સાથેના તારા સબંધોનો આનંદ માણ; ખાતરી રાખ કે તારા હૃદયની ઇચ્છાઓ તેના (યહોવા) દ્વારા પૂર્ણ થશે.
Psalms 37 : 5 (GUV)
તું જે કંઇ કર્મ કરે તે સર્વ યહોવાને આધીન કર, તું એના પર ભરોસો રાખ, અને તે તારા સર્વ કામ ફળીભૂત કરશે.
Psalms 37 : 6 (GUV)
તે તારું ન્યાયીપણું પ્રભાતની જેમ પ્રકાશિત કરશે, અને તારા પ્રામાણિકપણાને બપોરના સૂર્ય ની જેમ તેજસ્વી કરશે. અને તારી નિદોર્ષતાની સર્વ માણસોને જાણ થશે.
Psalms 37 : 7 (GUV)
યહોવાની સમક્ષતામા શાંત થાં, અને ધીરજથી તેમની વાટ જો, જે કુયુકિતઓથી ફાવી જાય છે એમના પર તું ખીજવાતો નહિં.
Psalms 37 : 8 (GUV)
ખીજાવાનું બંધ કર. અને તારો ગુસ્સો ત્યાગી દે, આટલો બેચેન ન બન કે તું પણ કઇંક અનિષ્ટ કામ કરી બેસે.
Psalms 37 : 9 (GUV)
કારણ, દુષ્કમીર્ઓનો વિનાશ થશે. અને જેઓ યહોવાની મદદની રાહ જુએ છે તેમને ભૂમિ મળશે.
Psalms 37 : 10 (GUV)
થોડા સમયમાં દુષ્ટ લોકોનો જડમૂળથી નાશ થઇ જશે. તું તેમને શોધવાની સખત મહેનત કરીશ તોપણ તને તેમના નામોનિશાન નહિ મળે.
Psalms 37 : 11 (GUV)
નમ્ર લોકોને દેશનું વતન પ્રાપ્ત થશે; તેઓને સર્વ વસ્તુઓનો આશીર્વાદ મળશે. તેઓને મનની અદ્ભૂત શાંતિ મળશે અને સુખી થશે.
Psalms 37 : 12 (GUV)
દુષ્ટો ન્યાયીઓની વિરુદ્ધ ખરાબ યુકિતઓ ઘડે છે અને તેમની જ સામે પોતાના દાંત પીસે છે.
Psalms 37 : 13 (GUV)
પ્રભુ જુએ છે કે તેમનો કાળ નજીક આવ્યો છે; તેથી તે દુષ્ટ માણસોની હાંસી ઉડાવે છે.
Psalms 37 : 14 (GUV)
દુષ્ટોએ દરિદ્રી અને કંગાળનો, તથા સત્ય આચરણ કરનારનો સંહાર કરવા ખુલ્લી તરવાર લીધી છે, અને ધનુષ્યથી નિશાન તાક્યું છે.
Psalms 37 : 15 (GUV)
તેઓની પોતાની જ તરવાર તેઓના પોતાના જ હૃદયને વિંધશે; અને તેઓનાઁ ધનુષ્યને ભાંગી નાંખવામાં આવશે.
Psalms 37 : 16 (GUV)
નીતિમાન લોકો પાસે જે અલ્પ છે, તે દુષ્ટ લોકોની વિપુલ સંપત્તિ કરતાં વધારે સારું છે.
Psalms 37 : 17 (GUV)
કારણ, દુષ્ટ લોકોના હાથોની શકિતનો નાશ કરવામાં આવશે પણ યહોવા નીતિમાન લોકોની કાળજી લેશે અને તેમને ટેકો આપશે.
Psalms 37 : 18 (GUV)
યહોવાને યથાથીર્ઓના સર્વ પ્રસંગોની ખબર છે, તેની દ્રૃષ્ટિમાં તેઓ નિદોર્ષ છે, તેઓનો વારસો સદાય ટકી રહેશે
Psalms 37 : 19 (GUV)
યહોવા તેઓની વિકટ સંજોગોમાં પણ કાળજી રાખે છે, દુકાળનાં સમયે પણ તે સવેર્ તૃપ્ત થશે.
Psalms 37 : 20 (GUV)
પણ દુષ્ટો અને યહોવાના શત્રુઓ, ઘાસની જેમ ચીમળાઇ જશે, અને ધુમાડા ની જેમ અદ્રશ્ય થઇ જશે.
Psalms 37 : 21 (GUV)
દુષ્ટો ઉછીનું લે છે ખરા પણ પાછું કદી આપતા નથી, ન્યાયી જે આપવામાં ઉદાર છે તે કરુણાથી વતેર્ છે.
Psalms 37 : 22 (GUV)
જેઓ યહોવાથી આશીર્વાદિત છે, તેઓ પૃથ્વીનું વતન પામશે, પણ જેઓ દેવથી અભિશાપિત છે તેઓનો અવશ્ય સંપૂર્ણ વિનાશ થશે.
Psalms 37 : 23 (GUV)
યહોવા ન્યાયીને માર્ગ બતાવે છે, અને તેના પગલાં સ્થિર કરે છે. યહોવા પ્રસન્ન થાય છે તેથી તેનું જીવન સ્થિર કરે છે.
Psalms 37 : 24 (GUV)
તેઓ ઠોકર ખાશે છતાં પડશે નહિ, કારણ કે તેમને ટેકો આપવા માટે અને સ્થિર રાખવાં માટે યહોવા ત્યાં છે.
Psalms 37 : 25 (GUV)
હું જુવાન હતો અને હવે વૃદ્ધ થયો છું. છતાં ન્યાયીને તરછોડ્યા હોય કે તેનાં સંતાન ભીખ માંગતા હોય એવું કદાપિ મેં જોયું નથી.
Psalms 37 : 26 (GUV)
તે ન્યાયીઓ છે ઉદાર, તેઓ હંમેશા પોતાની પાસે જે છે તે છૂટથી બીજાને આપે છે. તેઓના સવેર્ સંતાનોને યહોવાના આશીર્વાદ મળશે.
Psalms 37 : 27 (GUV)
ભૂંડાથી દૂર થા, અને ભલું કર; અને દેશમાં સદાકાળ રહે.
Psalms 37 : 28 (GUV)
કારણ, યહોવા ન્યાય અને પ્રામાણિકતાને ઇચ્છે છે તે તેમના વિશ્વાસુ ભકતોને કદી છોડી દેતાં નથી; તે તેમનું સદા રક્ષણ કરશે અને દુષ્ટોનાં સંતાનોનો વિનાશ કરશે.
Psalms 37 : 29 (GUV)
ન્યાયીઓ વતનનો વારસો પામશે, અને સદાકાળ ત્યાં નિવાસ કરશે.
Psalms 37 : 30 (GUV)
ન્યાયીની વાણી ડહાપણ ભરેલી છે, તેની જીભ સદા ન્યાયની વાત કરે છે.
Psalms 37 : 31 (GUV)
તેમનાં પોતાના હૃદયમાં યહોવાનું નિયંત્રણ છે, અને તેમાંથી તે કદાપિ ચલિત થતાં નથી.
Psalms 37 : 32 (GUV)
દુષ્ટો સદા ન્યાયી માણસોની જાસૂસી કરે છે, અને તેઓને મારી નાખવાના લાગ શોધતાં ફરે છે.
Psalms 37 : 33 (GUV)
પણ યહોવા દુષ્ટ માણસોના હાથમાં ન્યાયીઓને પડવા દેશે નહિ. ભલે તેઓને ન્યાયાલયોમાં લઇ જાય તોય તેઓ દોષિત ઠરાવાશે નહિ.
Psalms 37 : 34 (GUV)
ધીરજથી યહોવાની રાહ જુઓ અને તેના માર્ગને અનુસરો, અને યહોવા તમને વિજયી કરશે અને તમને જે દેશનું વચન અપાયેલું હતું તે તમને વારસામાં મળશે, અને તમે દુષ્ટ લોકોનો નાશ થતો જોશો.
Psalms 37 : 35 (GUV)
અનુકુળ ભૂમિમાં રોપેલા લીલા વૃક્ષની જેમ, મેં દુષ્ટને મોટા સાર્મથ્યમાં ફેલાતો જોયો.
Psalms 37 : 36 (GUV)
હું ફરી ત્યાં થઇને ગયો ત્યારે તે ત્યાં નહોતો; મેં તેને શોધ્યો, પરંતુ તેનો પત્તો મળ્યો નહિ.
Psalms 37 : 37 (GUV)
હવે જે નિદોર્ષ છે તેનો વિચાર કરો. જે પ્રામાણિક છે તેનો વિચાર કરો. કેમ કે શાંતિપ્રિય લોકો તેમના વંશજો માટે ઉજ્જવળ ભવિષ્ય પામશે.
Psalms 37 : 38 (GUV)
પણ દુષ્ટો સમૂળગા વિનાશ પામશે, અંતે તેઓના વંશજોનો અંત આવશે.
Psalms 37 : 39 (GUV)
યહોવા ન્યાયીઓનો ઉદ્ધાર કરે છે. સંકટ સમયે માત્ર યહોવા જ તેમનું તારણ-આશ્રયસ્થાન છે.
Psalms 37 : 40 (GUV)
જે યહોવા પર ભરોસો રાખે છે, તેઓને તે દુષ્ટોથી છોડાવીને તારે છે; તેઓની આવીને સહાય કરે છે; કારણ, તેમણે તેનો આશરો લીધો છે.
❮
❯