Psalms 36 : 1 (GUV)
દુષ્ટના ગહન હૃદયમાં પાપ તેને લલચાવે છે. અને દુષ્ટ કાર્યો કરવા પ્રેરે છે; તેના હૃદયમાં દેવનો ભય કે જે તેને પાપ કરતાં અટકાવે.
Psalms 36 : 2 (GUV)
તે પોતાના મનમાં અભિમાન કરે છે કે, મારો અન્યાય પ્રગટ થશે નહિ. અને મારો તિરસ્કાર થશે નહિ.
Psalms 36 : 3 (GUV)
તેના શબ્દો મૂલ્યહીન જૂઠાણા અને છેતરપિંડીવાળા છે. તેણે ડાહ્યું અને ભલું રહેવાનું છોડી દીધું છે.
Psalms 36 : 4 (GUV)
તે રાત્રે પલંગમાં જાગતો રહે છે અને કપટ કરવાની યોજના ઘડે છે; તે અન્યાયના માર્ગમાં ઊભો રહે છે. અને તે દુષ્ટતાથી કંટાળતો નથી.
Psalms 36 : 5 (GUV)
હે યહોવા, તમારો સનાતન પ્રેમ આકાશ જેટલો વિશાળ છે, અને તમારું વિશ્વાસપણું વાદળો સુધી પહોંચે છે.
Psalms 36 : 6 (GUV)
તમારી નિષ્પક્ષતા ઊંચામાં ઊંચા પર્વતથીપણ ઉંચી છે. અને તમારો ન્યાય અતિ ગહન અને અગાથ છે. તમે માનવજાત અને પ્રાણીઓનું રક્ષણ કરો છો.
Psalms 36 : 7 (GUV)
હે યહોવા, તમારી અવિરત કૃપા કેવી અમૂલ્ય છે! તમારી પાંખોની છાયામાં સર્વ માનવીઓ આશ્રય લે છે.
Psalms 36 : 8 (GUV)
તમારા આશીર્વાદોથી તેઓને ખૂબજ તૃપ્તિ થશે, તમારી સુખ-સમૃદ્ધિની નદીમાંથી તેઓ પાણી પીશે.
Psalms 36 : 9 (GUV)
કારણ, તમારી પાસે જીવનનો ઝરો છે, અને અમે તમારા અજવાળામાં પ્રકાશ જોઇશું.
Psalms 36 : 10 (GUV)
હે યહોવા, જેઓ તમને સાચી રીતે ઓળખે છે, તેમના પર તમારી દયા બતાવવાનું ચાલુ રાખજો અને જેમના હૃદય ચોખ્ખા છેં તેમની સાથે ન્યાયીપણું ચાલુ રાખજો.
Psalms 36 : 11 (GUV)
મને ઘમંડીઓના પગ નીચે કચડાવા દેશો નહિ, દુષ્ટ લોકોના હાથ મને હાંકી કાઢે નહિ તે તમે જોજો.
Psalms 36 : 12 (GUV)
“જુઓ! અન્યાય કરનારાઓનું કેવું પતન થયું છે! તેઓ એવા ફેંકી દેવાયા છે કે પાછા ઊઠી શકશે નહિ.”

1 2 3 4 5 6 7 8 9 10 11 12