ગીતશાસ્ત્ર 31 : 1 (GUV)
મુખ્ય ગવૈયાને માટે. દાઉદનું ગીત. હે યહોવા, હું તમારા પર ભરોસો રાખું છું; મારી લાજ કદી પણ જવા દેતા નહિ. તમારા ન્યાયીપણાથી મારું રક્ષણ કરો.
ગીતશાસ્ત્ર 31 : 2 (GUV)
મારી તરફ તમારો કાન ધરો; ઉતાવળે મને છોડાવો; તમે મારે માટે મજબૂત ગઢ તથા મારા બચાવને માટે કિલ્લો થાઓ.
ગીતશાસ્ત્ર 31 : 3 (GUV)
કેમ કે તમે મારો ખડક તથા કિલ્લો છો. માટે તમારા નામની ખાતર મને માર્ગ બતાવો અને તે પર ચલાવો.
ગીતશાસ્ત્ર 31 : 4 (GUV)
મારે માટે જે જાળ તેઓએ ગુપ્ત રીતે પાથરી છે તેમાંથી મને કાઢો; કેમ કે તમે મારો આશ્રય છો.
ગીતશાસ્ત્ર 31 : 5 (GUV)
હું તમારા હાથમાં મારો આત્મા સોંપું છું. હે યહોવા, સત્યના ઈશ્વર, તમે મારો ઉદ્ધાર કર્યો છે.
ગીતશાસ્ત્ર 31 : 6 (GUV)
મિથ્યા વાત પર લક્ષ આપનારાઓને હું ધિક્કારું છું; પણ હું યહોવા પર ભરોસો રાખું છું.
ગીતશાસ્ત્ર 31 : 7 (GUV)
હું તમારી દયાથી આનંદ કરીશ તથા હરખાઈશ; કેમ કે તમે મારું દુ:ખ જોયું છે. તમે મારા આત્માની વિપત્તિઓ જાણી છે;
ગીતશાસ્ત્ર 31 : 8 (GUV)
અને તમે શત્રુઓના હાથમાં મને કેદ થવા દીધો નથી; તમે વિશાળ જગા પર મારા પગ સ્થિર કર્યા છે.
ગીતશાસ્ત્ર 31 : 9 (GUV)
હે યહોવા, મારા પર દયા કરો, કેમ કે હું સંકટમાં છું; ખેદથી મારી આંખ, મારો પ્રાણ તથા મારું શરીર ક્ષીણ થાય છે.
ગીતશાસ્ત્ર 31 : 10 (GUV)
કેમ કે સંતાપથી મારી જિંદગી તથા નિસાસાથી મારાં વર્ષ વહી જાય છે; મારા અન્યાયથી મારું બળ ઘટે છે અને મારાં હાડકાં ક્ષીણ થાય છે.
ગીતશાસ્ત્ર 31 : 11 (GUV)
મારા સર્વ વેરીઓ મને મહેણાં મારે છે, હા, મારા પડોશીઓ તો મને અતિશય [મહેણાં મારે છે], અને મારા ઓળખીતાઓને મારું ભય લાગે છે. જેઓ મને બહાર જુએ છે તેઓ મને જોઈને નાસી જાય છે.
ગીતશાસ્ત્ર 31 : 12 (GUV)
સ્મરણમાંથી લોપ થયેલા મરેલાની માફક તેઓ મને ભૂલી જાય છે. હું ફૂટેલા વાસણ જેવો છું.
ગીતશાસ્ત્ર 31 : 13 (GUV)
કેમ કે મેં ઘણાને મુખે [મારી] બદનક્ષી સાંભળી છે, ચારે તરફ ધાસ્તી છે; તેઓ ભેગા થઈને મારી વિરુદ્ધ મસલત કરે છે, અને મારો જીવ લેવાની યુક્તિ રચે છે.
ગીતશાસ્ત્ર 31 : 14 (GUV)
પણ, હે યહોવા, મને તમારો વિશ્વાસ છે; મેં કહ્યું, “તમે મારા ઈશ્વર છો.”
ગીતશાસ્ત્ર 31 : 15 (GUV)
મારા સર્વ પ્રસંગો તમારા હાથમાં છે. મારા શત્રુઓના હાથમાંથી તથા મને સતાવનારાઓથી મને છોડાવો.
ગીતશાસ્ત્ર 31 : 16 (GUV)
તમારા સેવક પર તમારા મુખનો પ્રકાશ પાડો, તમારી કૃપાથી મને તારો.
ગીતશાસ્ત્ર 31 : 17 (GUV)
હે યહોવા, મારી લાજ જવા દેતા નહિ; કેમ કે મેં તમને વિનંતી કરી છે; દુષ્ટો લજવાઓ, અને તેઓ શેઓલમાં છાનામાના પડી રહો.
ગીતશાસ્ત્ર 31 : 18 (GUV)
જે જૂઠા હોઠ ન્યાયી માણસોની વિરુદ્ધ ગર્વથી તથા તિરસ્કારથી અભિમાનથી ભરેલી વાત બોલે છે તે મૂંગા થાઓ.
ગીતશાસ્ત્ર 31 : 19 (GUV)
જે ઉદારતા તમે તમારા ભક્તોને માટે રાખી મૂકી છે, તથા તમારા પર ભરોસો રાખનારાને માટે મનુષ્યોની આગળ તમે દર્શાવી છે, તે કેટલી મોટી છે!
ગીતશાસ્ત્ર 31 : 20 (GUV)
માણસના કાવતરાંથી તમારી હજૂરના આચ્છાદાન વડે તમે તેઓને ઢાંકીને બચાવશો; જીભના કંકાસથી તમે તેઓને માંડવામાં સંતાડી રાખશો.
ગીતશાસ્ત્ર 31 : 21 (GUV)
યહોવાને ધન્ય છે! કેમ કે તેમણે કોટબંધ નગરમાં મને [રાખીને] પોતાની આશ્ચર્યકારક કૃપા દેખાડી છે.
ગીતશાસ્ત્ર 31 : 22 (GUV)
મેં તો મારી અધીરતાથી કહી દીધું, “તમે તમારી દષ્ટિ આગળથી મને દૂર કર્યો છે.” તોપણ મેં તમને અરજ કરી ત્યારે તમે મારા કાલાવાલા સાંભળ્યા.
ગીતશાસ્ત્ર 31 : 23 (GUV)
હે યહોવાના સર્વ ભક્તો, તેમના પર પ્રેમ રાખો. યહોવા વિશ્વાસુઓનું રક્ષણ કરે છે, અને અહંકારથી કામ કરનારને પુષ્કળ બદલો આપે છે.
ગીતશાસ્ત્ર 31 : 24 (GUV)
હે યહોવાની આશા રાખનારા, તમે સર્વ બળવાન થાઓ, અને તમારાં હ્રદય હિમ્મત પકડો.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24

BG:

Opacity:

Color:


Size:


Font: