ગીતશાસ્ત્ર 3 : 1 (GUV)
હે યહોવા, મારા વેરીઓ ઘણા વધી ગયા છે; ઘણા લોકો મારું ખોટું ઇચ્છનારા છે.
ગીતશાસ્ત્ર 3 : 2 (GUV)
“મને દેવ કદી તારશે નહિ,” એમ પણ મારા વિષે અનેક લોકો કહે છે.
ગીતશાસ્ત્ર 3 : 3 (GUV)
પણ, હે યહોવા, તમે મારી ઢાલ છો; તમે મારું ગૌરવ છો; શરમથી ઝૂકી ગયેલા મારા માથાને ફકત તમે જ ઉપર ઊઠાવી શકશો.
ગીતશાસ્ત્ર 3 : 4 (GUV)
હું મારી વાણીથી યહોવાને વિનંતી કરું છું, ત્યારે તે પોતાના પવિત્ર પર્વત પરથી, તેમના મંદિરમાંથી મને ઉત્તર આપે છે.
ગીતશાસ્ત્ર 3 : 5 (GUV)
પછી હું શાંતિથી સૂઇ જાઉં છું, સવારે જાગીશ પણ ખરો! કારણ યહોવા મારું રક્ષણ કરે છે.
ગીતશાસ્ત્ર 3 : 6 (GUV)
જે હજારો શત્રુઓએ મને ઘેરી લીધો છે તેઓથી હું જરાય ડરીશ નહિ.
ગીતશાસ્ત્ર 3 : 7 (GUV)
હે યહોવા, ઉઠો; મારું તારણ કરો મારા દેવ; એમ હું તમને હાંક મારીશ; કારણકે તમે મારા સર્વ શત્રુઓના જડબાં પર પ્રહાર કર્યો છે અને તે દુષ્ટોના તમે દાંત તોડી નાખ્યાં છે.
ગીતશાસ્ત્ર 3 : 8 (GUV)
યહોવાની પાસે તારણ છે, લોકો પર તમારો આશીર્વાદ ઉતારો.

1 2 3 4 5 6 7 8