ગીતશાસ્ત્ર 29 : 1 (GUV)
દાઉદનું ગીત. હે પરાક્રમી દૂતો, યહોવાને આપો, ગૌરવ તથા સામર્થ્ય યહોવાને આપો.
ગીતશાસ્ત્ર 29 : 2 (GUV)
યહોવાના નામનું ગૌરવ તેમને આપો; પવિત્રતાની શોભા [ધારણ કરીને] યહોવાને ભજો.
ગીતશાસ્ત્ર 29 : 3 (GUV)
યહોવાનો સાદ પાણી પર [ગાજે] છે, ગૌરવવાન ઈશ્વર ગર્જના કરે છે, હા, યહોવા ઘણા પાણી પર [ગર્જના કરે છે].
ગીતશાસ્ત્ર 29 : 4 (GUV)
યહોવાનો સાદ સમર્થ છે; યહોવાનો સાદ માહાત્મ્યથી ભરપૂર છે.
ગીતશાસ્ત્ર 29 : 5 (GUV)
યહોવાનો સાદ દેવદારોને ભાંગી નાખે છે; હા, યહોવા લબાનોનનાં દેવદારોના ટુકડેટુકડા કરી નાખે છે.
ગીતશાસ્ત્ર 29 : 6 (GUV)
વળી તે તેઓને વાછરડાની જેમ કુદાવે છે; જંગલી ગોધાના બચ્ચાની જેમ તે લબાનોન તથા સિર્યોનને [કુદાવે છે].
ગીતશાસ્ત્ર 29 : 7 (GUV)
યહોવાનો સાદ અગ્નિની જ્વાળાને ભેદે છે.
ગીતશાસ્ત્ર 29 : 8 (GUV)
યહોવાનો સાદ અરણ્યને ધ્રુજાવે છે; યહોવા કાદેશના અરણ્યને ધ્રુજાવે છે.
ગીતશાસ્ત્ર 29 : 9 (GUV)
યહોવાના સાદથી હરણીઓના ગર્ભ ગળી જાય છે અને ઝાડીઓનાં ડાળાંપાંખડાં તૂટી પડે છે. અને તેમના મંદિરમાં સર્વ કહે છે, “પ્રભુને મહિમા હો!”
ગીતશાસ્ત્ર 29 : 10 (GUV)
યહોવા, જળપ્રલય સમયે બિરાજ્યા હતા; વળી યહોવા સર્વકાળ રાજા તરીકે બિરાજનાર છે.
ગીતશાસ્ત્ર 29 : 11 (GUV)
યહોવા પોતાના લોકને સામર્થ્ય આપશે; યહોવા પોતાના લોકને શાંતિનો આશીર્વાદ આપશે.

1 2 3 4 5 6 7 8 9 10 11

BG:

Opacity:

Color:


Size:


Font: