ગીતશાસ્ત્ર 28 : 1 (GUV)
દાઉદનું [ગીત]. હે યહોવા, હું તમને વિનંતી કરીશ; હે મારા ખડક, મારી તરફ તમારા કાન બંધ ન રાખો; રખેને તમે મારી સાથે મૌન ધારણ કરશો, તો કબરમાં ઊતરી જનારાના જેવો હું થઈ જઈશ.
ગીતશાસ્ત્ર 28 : 2 (GUV)
હું તમને અરજ કરું છું તથા તમારા પરમપવિત્રસ્થાન તરફ મારા હાથ જોડું છું, ત્યારે મારી યાચનાના કાલાવાલા સાંભળો.
ગીતશાસ્ત્ર 28 : 3 (GUV)
જેઓ મોઢે શાંતિ અને હ્રદયમાં પાપ રાખીને પોતાના પડોશી સાથે બોલે છે, તે દુષ્ટો અને કુકર્મીઓની સાથે મને ધકેલી ન કાઢો.
ગીતશાસ્ત્ર 28 : 4 (GUV)
તેઓનાં કૃત્ય પ્રમાણે, અને તેઓનાં કર્મોની દુષ્ટતા પ્રમાણે તેઓને ફળ આપો; તેઓના હાથનાં કામ પ્રમાણે તેઓને ફળ આપો. તેઓને યોગ્ય બદલો આપો.
ગીતશાસ્ત્ર 28 : 5 (GUV)
તેઓ યહોવાનાં કૃત્યો તથા તેમના હાથનાં કામો લેખવતા નથી, માટે તે તેઓને તોડી પાડશે અને તેઓને સ્થિર કરશે નહિ.
ગીતશાસ્ત્ર 28 : 6 (GUV)
યહોવાને ધન્ય હો, કેમ કે તેમણે મારી યાચનાનાં કાલાવાલા સાંભળ્યાં છે.
ગીતશાસ્ત્ર 28 : 7 (GUV)
યહોવા મારું સામર્થ્ય તથા મારી ઢાલ છે. મારા હ્રદયે તેમના ઉપર ભરોસો રાખ્યો છે, અને મને સહાય મળી છે; માટે મારા હ્રદયમાં અત્યાનંદ થાય છે. ગાયનથી હું તેમની આભારસ્તુતિ કરીશ.
ગીતશાસ્ત્ર 28 : 8 (GUV)
યહોવા પોતાના અભિષિક્તનું સામર્થ્ય છે, તે તેના તારણનો કિલ્લો છે.
ગીતશાસ્ત્ર 28 : 9 (GUV)
તમારા લોકને તારો, અને તમારા વારસાને આશીર્વાદ આપો; વળી તેઓનું પાલનપોષણ કરો, અને સદા તેઓને ઊંચકી રાખો.

1 2 3 4 5 6 7 8 9

BG:

Opacity:

Color:


Size:


Font: