ગીતશાસ્ત્ર 25 : 1 (GUV)
હે યહોવા, મારી જાતને તને સોપું છું.
ગીતશાસ્ત્ર 25 : 2 (GUV)
હું હમેશા તમારો વિશ્વાસ કરું છું. તો મારી સાથે કોઇ એવી વસ્તુ ન બને કે જેથી મારે શરમાવું પડે. મારા શત્રુઓને મારી ઉપર હસવા દેતા નહિ.
ગીતશાસ્ત્ર 25 : 3 (GUV)
જેઓ યહોવામાં વિશ્વાસ રાખે છે તેઓએ કદી કશાથી પણ શરમાવાનું નહિ. પણ વિશ્વાસઘાતીઓની માનહાનિ થશે. તેઓને તેમના વિશ્વાસઘાતથી કોઇ ફાયદો નહિ થાય.
ગીતશાસ્ત્ર 25 : 4 (GUV)
હે યહોવા, મને તમારાં માર્ગ બતાવો; તમારા રસ્તા વિષે મને શીખવો.
ગીતશાસ્ત્ર 25 : 5 (GUV)
મને માર્ગદર્શન અને જ્ઞાન આપો; કારણ, તમે જ માત્ર મને તારણ આપનાર દેવ છો. હું આખો દિવસ તમારી રાહ જોઉ છુઁ.
ગીતશાસ્ત્ર 25 : 6 (GUV)
હે યહોવા, તમારી કૃપા અને તમારી પ્રેમાળ દયાળુતાને યાદ રાખો કારણ તે સનાતન છે.
ગીતશાસ્ત્ર 25 : 7 (GUV)
મારી જુવાનીનાં પાપ અને મારા અપરાધનું સ્મરણ ન કરો. હે યહોવા, તમારા શુભ નામને માટે, તમારી કૃપા અને અનુકંપા સાથે મને યાદ કરો.
ગીતશાસ્ત્ર 25 : 8 (GUV)
યહોવા સારા અને પ્રામાણિક છે, તેથી તેઓ પાપીઓને સાચા માગેર્ દોરે છે, અને તેઓ તેમને શું ન્યાયી અને નિષ્પક્ષ છે તે શીખવે છે.
ગીતશાસ્ત્ર 25 : 9 (GUV)
તેઓ નમ્ર લોકોને ન્યાયી બનવા માટે દોરે છે અને તેઓ તેમને તેમના માગેર્ જીવવાનું શીખવે છે.
ગીતશાસ્ત્ર 25 : 10 (GUV)
જે લોકો તેનો પવિત્ર કરાર અને કાયદાઓનું પાલન કરે છે તેમનાં તરફ યહોવા દયાળુ અને વિશ્વાસુ છે.
ગીતશાસ્ત્ર 25 : 11 (GUV)
હે યહોવા, મારા પાપ તો ઘણાં છે, તમારા નામના મહિમા માટે મને ક્ષમા કરો.
ગીતશાસ્ત્ર 25 : 12 (GUV)
યહોવાથી ડરે એવા માણસો કયાં છે? શ્રેષ્ઠ જીવન જીવવાનો શ્રેષ્ઠ રસ્તો પસંદ કરવાનું તેમને યહોવા શીખવશે.
ગીતશાસ્ત્ર 25 : 13 (GUV)
તે માણસ પર યહોવાના આશીર્વાદ રહેશે; તેનાં સંતાન પૃથ્વીનો વારસો પામશે.
ગીતશાસ્ત્ર 25 : 14 (GUV)
જેઓ યહોવાનો ભય અને તેમના માટે માન રાખે તેઓની સાથે તેઓ પોતાના રહસ્યો વહેંચે છે. તેઓ તેઓને તેમનો કરાર શીખવે છે.
ગીતશાસ્ત્ર 25 : 15 (GUV)
મારી ષ્ટિ સહાય માટે સદાય યહોવા તરફ છે, કારણ, તે એકલાં જ મારા પગ ફાંદામાંથી કાઢશે.
ગીતશાસ્ત્ર 25 : 16 (GUV)
હે યહોવા, હવે તમે આવો, ને મારા પર દયા કરો. હું નિરાશ્રિત, દુ:ખી, નિ:સહાય અને એકલો છું.
ગીતશાસ્ત્ર 25 : 17 (GUV)
મારી મુસીબતો અને સમસ્યાઓ દિનપ્રતિદિન વધુ ખરાબ થતા જાય છે. હે યહોવા, તે બધામાંથી મને મુકત કરો.
ગીતશાસ્ત્ર 25 : 18 (GUV)
મારાઁ દુ:ખ તથા વેદના પર જરા નજર કરો, અને કૃપા કરી મારાં સર્વ પાપની ક્ષમા કરો.
ગીતશાસ્ત્ર 25 : 19 (GUV)
મારા શત્રુઓ ઘણાં છે તે જરા જુઓ; તેઓ કેટલી ક્રૂરતાથી મારી ધૃણા કરે છે તે જુઓ.
ગીતશાસ્ત્ર 25 : 20 (GUV)
મારું રક્ષણ કરો અને મારો જીવ બચાવો. મારી લાજ જવા દેતા નહિ, કારણ હું તમારો વિશ્વાસ કરું છું.
ગીતશાસ્ત્ર 25 : 21 (GUV)
મારા પ્રામાણિપણું તથા ન્યાયીપણાના, તમે રક્ષક બનો. કારણ, રક્ષણ માટે હું તમારી આશા રાખું છું.
ગીતશાસ્ત્ર 25 : 22 (GUV)
હે યહોવા, હવે તમે ઇસ્રાએલને સર્વ સંકટોમાંથી છોડાવો.
❮
❯