ગીતશાસ્ત્ર 21 : 1 (GUV)
મુખ્ય ગવૈયાને માટે. દાઉદનું ગીત. હે યહોવા, તમારા સામર્થ્યથી રાજા હર્ષ પામશે; અને તમારા તારણથી તે કેટલો બધો આનંદ કરશે!
ગીતશાસ્ત્ર 21 : 2 (GUV)
તમે તેના હ્રદયની ઇચ્છા પ્રમાણે તેને આપ્યું છે, અને તેના હોઠની અરજીનો નકાર તમે કર્યો નથી. (સેલાહ)
ગીતશાસ્ત્ર 21 : 3 (GUV)
કેમ કે આશીર્વાદો લઈને તમે તેની સામે જાઓ છો; તમે ચોખ્ખા સોનાનો મુગટ તેના માથા પર મૂકો છો.
ગીતશાસ્ત્ર 21 : 4 (GUV)
તેણે તમારી પાસેથી જીવતદાન માગ્યું, તે તમે તેને આપ્યું; એટલે સર્વકાળ રહે એવું [દીર્ઘાયુષ્ય] તેને આપ્યું.
ગીતશાસ્ત્ર 21 : 5 (GUV)
તમારા તારણથી તે ગૌરવવાન થાય છે; તમે તેને માન તથા મહિમા બક્ષો છો.
ગીતશાસ્ત્ર 21 : 6 (GUV)
કેમ કે તમે તેને સદાને માટે આશીર્વાદ આપો છો; તમે તમારી હજૂરમાં તેને આનંદ પમાડો છો.
ગીતશાસ્ત્ર 21 : 7 (GUV)
કેમ કે યહોવા પર રાજા ભરોસો રાખે છે, અને પરાત્પરની કૃપાથી તે ડગશે નહિ.
ગીતશાસ્ત્ર 21 : 8 (GUV)
તારા સર્વ શત્રુઓ તારા હાથમાં આવશે; તારો જમણો હાથ તારા દ્વેષીઓને શોધી કાઢશે.
ગીતશાસ્ત્ર 21 : 9 (GUV)
તું તારા રોષને સમયે તેઓને બળતી ભઠ્ઠી જેવા કરી દેશે. યહોવા પોતાના કોપથી તેઓને ગળી જશે, અને અગ્નિ તેઓને ભસ્મ કરી નાખશે.
ગીતશાસ્ત્ર 21 : 10 (GUV)
પૃથ્વી પરથી તેઓનો પરિવાર અને મનુષ્યોમાંથી તેઓનાં સંતાનનો તમે નાશ કરશો.
ગીતશાસ્ત્ર 21 : 11 (GUV)
કેમ કે તેઓએ તમારી વિરુદ્ધ ભૂંડું કરવાનું ધાર્યું; જેને તેઓ અમલમાં લાવી શકતા નથી, એવી યુક્તિ તેઓએ કલ્પી.
ગીતશાસ્ત્ર 21 : 12 (GUV)
તમે તમારી પણછથી તેઓનાં મુખ સામે તૈયારી કરશો, ત્યારે તેઓને પાછા હઠી જવું પડશે.
ગીતશાસ્ત્ર 21 : 13 (GUV)
હે યહોવા, તમે પોતાને સામર્થ્યે ઊંચા હો; એમ અમે તમારા પરાક્રમનાં સ્તોત્ર ગાઈને સ્તવન કરીશું.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13

BG:

Opacity:

Color:


Size:


Font: