ગીતશાસ્ત્ર 20 : 1 (GUV)
મુખ્ય ગવૈયાને માટે. દાઉદનું ગીત. સંકટને સમયે યહોવા [તારું સાંભળીને] તને ઉત્તર આપો; યાકૂબના ઈશ્વરનું નામ તારું રક્ષણ કરો.
ગીતશાસ્ત્ર 20 : 2 (GUV)
પવિત્રસ્થાનમાંથી તને સહાય મોકલો, અને સિયોનમાંથી તને બળ આપો.
ગીતશાસ્ત્ર 20 : 3 (GUV)
તે તારાં સર્વ અર્પણોનું સ્મરણ કરો, અને તારું દહનીયાર્પણ માન્ય કરો. (સેલાહ)
ગીતશાસ્ત્ર 20 : 4 (GUV)
તે તારા હ્રદયની ઇચ્છા પ્રમાણે તને આપો, અને તારા સર્વ ઇરાદા પૂરા કરો.
ગીતશાસ્ત્ર 20 : 5 (GUV)
તારા તારણમાં અમે આનંદ માનીશું, આપણા ઈશ્વરને નામે આપણી ધ્વજાઓ ચઢાવીશું; યહોવા તારી સર્વ અરજો સ્વીકારો.
ગીતશાસ્ત્ર 20 : 6 (GUV)
હવે હું જાણું છું કે યહોવા પોતાના અભિષિક્તને વિજય આપે છે; તે પોતાના પવિત્ર આકાશમાંથી પોતાના જમણા હાથની તારકશક્તિથી તેને ઉત્તર આપશે.
ગીતશાસ્ત્ર 20 : 7 (GUV)
કોઈ રથ પર [ભરોસો રાખે છે] અને કોઈ ઘોડા પર, પણ આપણે આપણા ઈશ્વર યહોવાના નામનું સ્મરણ કરીશું.
ગીતશાસ્ત્ર 20 : 8 (GUV)
તેઓ નમીને પડી ગયા છે; પણ આપણે ઊઠીને ઊભા થયા છીએ.
ગીતશાસ્ત્ર 20 : 9 (GUV)
હે યહોવા, રાજાને વિજય આપો. અમે વિનંતી કરીએ ત્યારે અમને ઉત્તર આપો.

1 2 3 4 5 6 7 8 9

BG:

Opacity:

Color:


Size:


Font: