ગીતશાસ્ત્ર 19 : 1 (GUV)
આકાશો દેવનાં મહિમા વિષે કહે છે. અંતરિક્ષ તેના હાથે સર્જન થયેલી અદ્ભુત વસ્તુઓ વિષે કહે છે.
ગીતશાસ્ત્ર 19 : 2 (GUV)
પ્રત્યેક નવો દિવસ તેના સર્જનની સાચી વધારે વાતો કહે છે. દરેક રાત દેવના સાર્મથ્ય વિષે વધારે કહે છે.
ગીતશાસ્ત્ર 19 : 3 (GUV)
ત્યાં વાણી નથી અને ત્યાં શબ્દો નથી. કોઇ અવાજ સંભળાતો નથી,
ગીતશાસ્ત્ર 19 : 4 (GUV)
પણ તેમનો “અવાજ” આખી પૃથ્વી પર જાય છે, સમગ્ર જગત તેના છેડાઓ સુધી તેમના “શબ્દો” સાંભળે છે.તેમણે સૂર્ય માટે એક મંડપ નાખ્યો છે.
ગીતશાસ્ત્ર 19 : 5 (GUV)
તે સૂર્ય પોતાના ઓરડામાંથી પરણવા નીકળતા વરરાજા જેવો છે, તે દોડની સ્પર્ધાના આનંદિત, તેજસ્વી અને બળવાન ખેલાડી જેવો છે.
ગીતશાસ્ત્ર 19 : 6 (GUV)
તે આકાશને એક છેડેથી નીકળી અને તેના બીજા છેડા સુધી પરિક્રમણ કરે છે. તેની ઉષ્ણતા પામ્યા વિના કોઇ બાકી રહી જતું નથી.
ગીતશાસ્ત્ર 19 : 7 (GUV)
યહોવાના પવિત્ર વચનો સંપૂર્ણ છે. તે આત્માને તાજગી આપે છે. યહોવાની સાક્ષી, ખરેખર વિશ્વાસપાત્ર છે. તે મૂર્ખને ડાહ્યાં થવા માટે મદદ કરે છે.
ગીતશાસ્ત્ર 19 : 8 (GUV)
યહોવાના વિધિઓ યથાર્થ છે. તેઓ હૃદયને ભરપૂર આનંદ આપે છે. યહોવાની આજ્ઞાઓ નિર્મળ છે. જે આંખોને પ્રકાશ આપે છે.
ગીતશાસ્ત્ર 19 : 9 (GUV)
યહોવા માટેનો ભય શુદ્ધ અને અનાદિ છે. યહોવાના ઠરાવો નિષ્પક્ષ અને સાચા છે. તેઓ સંપૂર્ણપણે ન્યાયી છે.
ગીતશાસ્ત્ર 19 : 10 (GUV)
તે શુદ્ધ સોના કરતાં પણ વધુ પસંદ કરવા યોગ્ય છે. વળી મધપૂડાનાં ટીંપાં કરતાંય તે ખરેખર વધારે મીઠાં છે.
ગીતશાસ્ત્ર 19 : 11 (GUV)
કારણ, તમારો ઉપદેશ તેના સેવકોને ચેતવણી આપે છે અને જેઓ તેનું સદા પાલન કરે છે તેઓને સફળતા આપે છે.
ગીતશાસ્ત્ર 19 : 12 (GUV)
મારા હૃદયમાં છુપાયેલા પાપોને હું જાણી શકતો નથી, છાની રીતે કરેલા પાપોમાંથી મને શુદ્ધ કરો અને મુકત કરો.
ગીતશાસ્ત્ર 19 : 13 (GUV)
મને કોઇનું ખરાબ કરવાના વિચારો અને પાપથી દૂર રાખો અને તેમ કરતા અટકાવો. મને ખરાબ કાર્ય ન કરવા માટે તમે સહાય કરો. ત્યારે જ હું દોષમુકત અને પૂર્ણ થઇશ અને મહાપાપ કરવામાંથી બચી જઇશ.
ગીતશાસ્ત્ર 19 : 14 (GUV)
હે મારા રક્ષક અને ઉદ્ધારક યહોવા; મારા મુખના શબ્દો, તથા હૃદયનાં વિચારો તમારી સમક્ષ માન્ય રાખો.
❮
❯
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14