ગીતશાસ્ત્ર 17 : 1 (GUV)
હે યહોવા, મને સાંભળો! ન્યાય માટેની મારી પ્રાર્થના પર ધ્યાન આપો; કારણ કે હું પ્રામાણિક છુઁ અને સત્ય બોલું છુઁ, જે ન્યાયી છે તે જ મેં કર્યુ છે તો મારી નમ્ર પ્રાર્થના સાંભળો.
ગીતશાસ્ત્ર 17 : 2 (GUV)
હે યહોવા, મારો ન્યાય તમારી પાસેથી આવશે, તમે સત્યને જોઇ શકો છો.
ગીતશાસ્ત્ર 17 : 3 (GUV)
તમે મારા હૃદયને ઊંડાણમાંથી જોયું છે. તમે રાત્રે મારી સાથે હતાં. તમે મારું પારખું કર્યુ છે અને મારો કોઇ દોષ કાઢયો નથી. હું કદી ખરાબ યોજના કરતો નથી અને તે તમે જાણો છો.
ગીતશાસ્ત્ર 17 : 4 (GUV)
મેં સદા તમારી આજ્ઞાનું પાલન કર્યુ છે અને જુલમીઓના માર્ગથી હું દૂર રહ્યો છું. ને ક્રૂર દુષ્ટ માણસોની મેં કદી સંગત કરી નથી.
ગીતશાસ્ત્ર 17 : 5 (GUV)
મારા પગલાં તમારા માગોર્માં સ્થિર રહ્યાં છે, અને મારો પગ કદી લપસ્યો નથી.
ગીતશાસ્ત્ર 17 : 6 (GUV)
હે દેવ, મારી વિનંતી છે કે તમે મારી પ્રાર્થના સાંભળો અને તેનો જવાબ આપો.
ગીતશાસ્ત્ર 17 : 7 (GUV)
ભરોસો રાખીને જેઓ તમારી પાસે, શત્રુઓની વિરુદ્ધ સહાય માંગે છે; તેઓને તમે તમારા જમણાં હાથે તમારી અદ્ભૂત કરુણા બતાવી બચાવી લો છો.
ગીતશાસ્ત્ર 17 : 8 (GUV)
તમારી આંખની કીકી સમજીને તમે મારી રક્ષા કરો. અને તમારી પાંખોની છાયા નીચે મને સંતાડી દો.
ગીતશાસ્ત્ર 17 : 9 (GUV)
મને લૂંટવા પ્રયત્ન કરતા દુષ્ટ લોકોથી મને બચાવો, મને ચારેબાજુ ધેરી વળેલા ભયજનક શત્રુઓથી મુકત કરો.
ગીતશાસ્ત્ર 17 : 10 (GUV)
તેઓ તો દયાહીન અને ઉદ્ધત છે, તેઓના મોઢે તેમની બડાઇ સાંભળો.
ગીતશાસ્ત્ર 17 : 11 (GUV)
તેઓ અમને ડગલે ડગલે ઘેરીને ઊભા છે. તેઓની આંખો અમને ભૂમિ પર પછાડવાને તાકી રહી છે.
ગીતશાસ્ત્ર 17 : 12 (GUV)
તેઓ સિંહની જેમ શિકારને ફાડી ખાવા આતુર છે. અને ત્રાટકવાની રાહ જોતા છુપાઇ ગયેલા સિંહના બચ્ચાના જેવા છે.
ગીતશાસ્ત્ર 17 : 13 (GUV)
હે યહોવા, તમે ઉઠો, આવો અને શત્રુઓની સામે થાઓ, તેઓને પાડી નાખી પરાજીત કરી દો અને તમારી તરવાર વડે મને દુષ્ટોથી બચાવો.
ગીતશાસ્ત્ર 17 : 14 (GUV)
હે યહોવા, તમારી શકિત દ્વારા દુષ્ટ લોકોને આ દુનિયામાંથી, આ સજીવોની દુનિયામાંથી દૂર કરો. પરંતુ જે લોકો મદદ માટે તમારી પાસે આવ્યાં છે, હે યહોવા, તેમને ખાવા માટે પુષ્કળ આપો તેથી તેમનાં બાળકો પાસે પણ પુષ્કળ હશે અને તેથી તેઓ તેમનાં પૌત્રો માટે પણ પૂરતું બચાવી શકે.
ગીતશાસ્ત્ર 17 : 15 (GUV)
પણ હું ન્યાયપૂર્વક વત્ર્યો છું તેથી હું તમારો ચહેરો જોઇ શકું અને તમને જોઇને મને સંતોષ થશે.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15