ગીતશાસ્ત્ર 145 : 1 (GUV)
સ્તવન [ગીત]; દાઉદનું હે મારા ઈશ્વર, મારા રાજા, હું તમને મોટા માનીશ; સદા હું તમારા નામને સ્તુત્ય માનીશ.
ગીતશાસ્ત્ર 145 : 2 (GUV)
દરરોજ હું તમને સ્તુત્ય માનીશ; સદા હું તમારા નામની સ્તુતિ કરીશ.
ગીતશાસ્ત્ર 145 : 3 (GUV)
યહોવા મોટા અને બહુ જ સ્તુતિપાત્ર છે; તેમનું માહાત્મ્ય અગમ્ય છે.
ગીતશાસ્ત્ર 145 : 4 (GUV)
પેઢી દરપેઢી તમારાં કામનાં વખાણ થશે, અને તમારા સામર્થ્યનાં કૃત્યો પ્રગટ કરવામાં આવશે.
ગીતશાસ્ત્ર 145 : 5 (GUV)
તમારા ગૌરવના મહત્ત્વની શોભાનું તથા તમારાં આશ્ચર્યકારક કામોનું મનન હું કરીશ.
ગીતશાસ્ત્ર 145 : 6 (GUV)
લોકો તમારાં ભયંકર કૃત્યોનું સામર્થ્ય પ્રગટ કરશે; હું તમારું માહાત્મ્ય વર્ણવીશ.
ગીતશાસ્ત્ર 145 : 7 (GUV)
તેઓ તમારા પુષ્કળ પરોપકારનું સ્મરણ કરીને તમારી કીર્તિ ગજાવશે, અને તમારા ન્યાયીપણા વિષે ગાયન કરશે.
ગીતશાસ્ત્ર 145 : 8 (GUV)
યહોવા કૃપાળુ તથા રહેમી છે; તે કોપ કરવે ધીમા તથા અતિ કરુણામય છે.
ગીતશાસ્ત્ર 145 : 9 (GUV)
યહોવા સર્વને હિતકારક છે; પોતાનાં સર્વ કામો પર તેમની રહેમ છે.
ગીતશાસ્ત્ર 145 : 10 (GUV)
હે યહોવા, તમારાં સર્વ કામ તમારો આભાર માનશે; અને તમારા ભક્તો તમને સ્તુત્ય માનશે.
ગીતશાસ્ત્ર 145 : 11 (GUV)
તેઓ તમારા રાજયના ગૌરવ વિષે બોલશે, તેઓ તમારા પરાક્રમ સંબંધી વાતો કરશે;
ગીતશાસ્ત્ર 145 : 12 (GUV)
એથી માણસો તેમનાં પરાક્રમી કામ, તથા તેમના રાજયના ગૌરવની શોભા વિષે જાણશે.
ગીતશાસ્ત્ર 145 : 13 (GUV)
તમારું રાજય સર્વકાળનું રાજય છે, તમારો અધિકાર પેઢી દરપેઢી [ટકી રહે છે].
ગીતશાસ્ત્ર 145 : 14 (GUV)
સર્વ પડતા માણસોને યહોવા આધાર આપે છે, અને સર્વ દબાઈ રહેલાઓને તે ઊભા કરે છે.
ગીતશાસ્ત્ર 145 : 15 (GUV)
સર્વની દષ્ટિ તમારી તરફ તલપી રહે છે; યોગ્ય સમયે તમે તેઓને અન્‍ન આપો છો.
ગીતશાસ્ત્ર 145 : 16 (GUV)
તમે તમારો હાથ ખોલીને સર્વ સજીવોની ઇચ્છાને તૃપ્ત કરો છો.
ગીતશાસ્ત્ર 145 : 17 (GUV)
યહોવા પોતાના સર્વ માર્ગોમાં ન્યાયી છે, તે પોતાનાં સર્વ કામોમાં કૃપાળુ છે.
ગીતશાસ્ત્ર 145 : 18 (GUV)
જેઓ તેમને વિનંતી કરે છે, જેઓ ખરા ભાવથી તેમને વિનંતી કરે છે, તે સર્વની પાસે યહોવા છે.
ગીતશાસ્ત્ર 145 : 19 (GUV)
તેમના ભક્તોની ઇચ્છાને તે તૃપ્ત કરશે; તે તેઓનો પોકાર પણ સાંભળશે, અને તેઓને તારશે.
ગીતશાસ્ત્ર 145 : 20 (GUV)
જેઓ યહોવા પર પ્રેમ રાખે છે તે બધાનું તે રક્ષણ કરે છે; પણ સર્વ દુષ્ટોનો તે સંહાર કરશે.
ગીતશાસ્ત્ર 145 : 21 (GUV)
મારું મુખ યહોવાની સ્તુતિ કરશે; સર્વ માણસો સદા તેમના પવિત્ર નામને સ્તુત્ય માનો.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21

BG:

Opacity:

Color:


Size:


Font: