ગીતશાસ્ત્ર 143 : 1 (GUV)
દાઉદનું ગીત. હે યહોવા, મારી પ્રાર્થના સાંભળીને મારા કાલાવાલા પર કાન ધરો; તમારી સત્યતાથી અને તમારા ન્યાયીપણાથી મને ઉત્તર આપો.
ગીતશાસ્ત્ર 143 : 2 (GUV)
તમારા સેવકની સાથે ન્યાયની રૂએ ન વર્તો; કેમ કે તમારી નજરમાં કોઈ પણ સજીવ માણસ ન્યાયી ઠરશે નહિ.
ગીતશાસ્ત્ર 143 : 3 (GUV)
કેમ કે શત્રુએ મારા આત્માને સતાવ્યો છે; તેણે મારા જીવને ભૂમિ સાથે દબાવી દીધો છે; તેણે મને ઘણા દિવસ પર મૂએલાની જેમ અંધકારમાં પૂર્યો છે.
ગીતશાસ્ત્ર 143 : 4 (GUV)
માટે મારો આત્મા મૂંઝાઈ ગયો છે; અને મારું અંત:કરણ સ્તબ્ધ થઈ ગયું છે.
ગીતશાસ્ત્ર 143 : 5 (GUV)
હું પ્રાચીનકાળના દિવસોનું સ્મરણ કરું છું; તમારાં સર્વ કૃત્યોનું મનન કરું છું; અને તમારા હાથનાં કામોનો કામોનું વિચાર કરું છું.
ગીતશાસ્ત્ર 143 : 6 (GUV)
હું મારા હાથ તમારી તરફ પ્રસારું છું; સૂકી ભૂમિની જેમ મારો જીવ તમારે માટે તરસે છે. (સેલાહ)
ગીતશાસ્ત્ર 143 : 7 (GUV)
હે યહોવા, મને વહેલા ઉત્તર આપો; મારા આત્માનો ક્ષય થાય છે; તમારું મુખ મારાથી ન સંતાડો, રખેને હું ખાડામાં ઊતરનારના જેવો થાઉં.
ગીતશાસ્ત્ર 143 : 8 (GUV)
મને સવારે તમારી કૃપા જણાવો, કેમ કે હું તમારા પર વિશ્વાસ રાખું છું; જે માર્ગે મારે ચાલવું જોઈએ તે મને બતાવો, કેમ કે હું તમારામાં મારું અંત:કરણ લગાડું છું.
ગીતશાસ્ત્ર 143 : 9 (GUV)
હે યહોવા, મારા શત્રુઓથી મને બચાવો; હું તમારે શરણે આવ્યો છું.
ગીતશાસ્ત્ર 143 : 10 (GUV)
મને તમારી ઇચ્છા પ્રમાણે વર્તવાનું શીખવો, કેમ કે તમે મારા ઈશ્વર છો; તમારો ઉત્તમ આત્મા મને સપાટ માર્ગે દોરો.
ગીતશાસ્ત્ર 143 : 11 (GUV)
હે યહોવા, તમારા નામને ખાતર મને જીવાડો; તમારા ન્યાયીપણાથી મારો જીવ સંકટમાંથી કાઢો.
ગીતશાસ્ત્ર 143 : 12 (GUV)
તમારી કૃપાથી તમે મારા શત્રુઓને કાપી નખો, અને મારા આત્માને સતાવનારાનો નાશ કરો; કેમ કે હું તમારો સેવક છું.

1 2 3 4 5 6 7 8 9 10 11 12

BG:

Opacity:

Color:


Size:


Font: