ગીતશાસ્ત્ર 142 : 1 (GUV)
હું મોટા સાદે યહોવાને આજીજી કરું છું; અને દયા માટે ઊંચા સ્વરે વિનંતી કરું છું.
ગીતશાસ્ત્ર 142 : 2 (GUV)
હું તેમની આગળ મારી ફરિયાદો વરસાવું છું અને મારી મુશ્કેલીઓ વિષે હું તેમને જણાવું છું.
ગીતશાસ્ત્ર 142 : 3 (GUV)
હું બેહોશ થવાનો હોઉં, ત્યારે મને શું થાય છે તે તમે જાણો છો પણ; જે રસ્તે હું ચાલું છું; તેમા તેઓએ ફંદા ગોઠવ્યા છે.
ગીતશાસ્ત્ર 142 : 4 (GUV)
જ્યારે હું આજુબાજુ જોઉં છું, હું કોઇ મિત્રને જોતો નથી, જે મને મદદ કરી શકે, અથવા મારી સંભાળ રાખી શકે અથવા મારો બચાવ કરી શકે.
ગીતશાસ્ત્ર 142 : 5 (GUV)
હે યહોવા, મારી પ્રાર્થનામાં મે તમને પોકાર કર્યો અને કહ્યું, “યહોવા, મારી સંતાવાની જગા માત્ર તમે જ છો. આ જીવનમાં મારી પાસે જે બધું છે તે તમે છો.”
ગીતશાસ્ત્ર 142 : 6 (GUV)
ખી છું; જેઓ મારી પાછળ પડ્યાં છે તેમનાથી મને બચાવો; કારણકે તેઓ મારા કરતાં વધુ બળવાન છે.
ગીતશાસ્ત્ર 142 : 7 (GUV)
મને બંદીવાસમાંથી બહાર લાવો, જેથી હું તમારો આભાર માની શકું. તમારી સર્વ મદદને માટે દેવનો ભય રાખનારા મારી સાથે આનંદ કરશે તમે મારા માટે ઉદાર છો.
❮
❯