અન્યાય કરનારાની સાથે હું દુષ્ટ કર્મ કરવામાં સામેલ ન થાઉં તેથી મારા અંત:કરણને કોઈ પણ દુષ્ટ વાતને વળગવા ન દો, અને તેઓના મિષ્ટાન્નમાંથી મને ખાવા ન દો.
ગીતશાસ્ત્ર 141 : 5 (GUV)
ન્યાયી માણસ મને ફટકા મારે તો તે હું કૃપા સમજીશ; તે મને ઠપકો દે, તો તે [મારા] માથા પર ચોળેલા તેલ જેવો થશે! મારું માથું તેનો નકાર નહિ કરે. તોપણ તેઓનાં દુષ્ટ કર્મોની વિરુદ્ધ હું પ્રાર્થના કર્યા કરીશ.
ગીતશાસ્ત્ર 141 : 6 (GUV)
તેઓના ન્યાયાધીશોને પર્વતની ટોચ ઉપરથી પાડી નાખવામાં આવ્યા છે; મારાં વચનો મીઠાં હોવાથી તેઓ સાંભળશે.
ગીતશાસ્ત્ર 141 : 7 (GUV)
જેમ કોઈ જમીન ઉપર [લાકડાંને] કાપીને ચીરે છે તેમ અમારાં હાડકાં કબરના મુખ આગળ વિખેરી નાખેલાં છે.
ગીતશાસ્ત્ર 141 : 8 (GUV)
પણ હે યહોવા ઇશ્વર, મારી દષ્ટિ તમારા જ ઉપર છે, તમે મારા આશ્રય છો; મારા આત્માનો નાશ થવા ન દો.
ગીતશાસ્ત્ર 141 : 9 (GUV)
તેઓએ જે પાશ મારે માટે નાખ્યા છે તેઓથી, અને દુષ્ટ માણસોની જાળથી, મને બચાવો.
ગીતશાસ્ત્ર 141 : 10 (GUV)
દુષ્ટો પોતાની જાળોમાંથી સપડાઈ જાય, એટલામાં તો હું બચી જાઉં.