ગીતશાસ્ત્ર 140 : 1 (GUV)
મુખ્ય ગવૈયાને માટે. દાઉદનું ગીત, હે યહોવા, દુષ્ટ માણસોથી મને બચાવો; જુલમગાર માણસોથી મારું રક્ષણ કરો.
ગીતશાસ્ત્ર 140 : 2 (GUV)
તેઓ પોતાના હ્રદયમાં દુષ્ટ કલ્પનાઓ કરે છે; તેઓ નિત્ય ઝઘડા ઊભા કરે છે.
ગીતશાસ્ત્ર 140 : 3 (GUV)
તેઓએ પોતાની જીભ સાપની જીભ જેવી તીક્ષ્ણ બનાવી છે; તેઓના હોઠો નીચે નાગનું વિષ છે. (સેલાહ)
ગીતશાસ્ત્ર 140 : 4 (GUV)
હે યહોવા, દુષ્ટોના હાથથી મારું રક્ષણ કરો; જેઓએ મને ખલેલ કરવાનું ધાર્યું છે
ગીતશાસ્ત્ર 140 : 5 (GUV)
ગર્વિષ્ઠોએ મારે માટે પાશ તથા દોરીઓ ગુપ્ત રીતે પાથર્યાં છે; તેઓએ રસ્તાની બાજુ પર જાળ બિજાવી છે; મારે માટે ફાંસા ગોઠવ્યા છે. (સેલાહ)
ગીતશાસ્ત્ર 140 : 6 (GUV)
મેં યહોવાને કહ્યું, “તમે મારા ઈશ્વર છો;” હે યહોવા, મારી આજીજી સાંભળો.
ગીતશાસ્ત્ર 140 : 7 (GUV)
હે પ્રભુ યહોવા, મારા તારણના સામર્થ્ય, લડાઈને દિવસે તમે મારું માથું ઢાંક્યું છે.
ગીતશાસ્ત્ર 140 : 8 (GUV)
હે યહોવા, તમે દુષ્ટોની ઇચ્છા પૂરી ન કરો; તેઓનો ઇરાદો સફળ ન કરો, રખેને તેઓ ફુલાઈ જાય. (સેલાહ)
ગીતશાસ્ત્ર 140 : 9 (GUV)
મને ઘેરો ઘાલનારામાં જેઓ મુખ્ય છે તેઓના હોઠોથી કરવામાં આવેલો અપકાર તેમના પોતાના ઉપર આવી પડો.
ગીતશાસ્ત્ર 140 : 10 (GUV)
તેઓના ઉપર ધગધગતા અંગારા વરસો; તેઓ અગ્નિમાં પડો; એવા ખાડાઓમાં પડો કે તેઓ પાછા ઊઠે જ નહિ.
ગીતશાસ્ત્ર 140 : 11 (GUV)
ભૂંડું બોલનાર માણસ પૃથ્વીમાં કાયમ રહેશે નહિ; જુલમગાર માણસને ઉથલાવી પાડવાને દુષ્ટતા તેની પાછળ મંડી રહેશે.
ગીતશાસ્ત્ર 140 : 12 (GUV)
હું જાણું છું કે યહોવા તો દુ:ખીની દાદ સાંભળશે, અને ગરીબોનો હક જાળવશે.
ગીતશાસ્ત્ર 140 : 13 (GUV)
ન્યાયીઓ ખરેખર તમારા નામનો આભાર માનશે; યથાર્થ પુરુષો તમારી હજૂરમાં રહેશે.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13

BG:

Opacity:

Color:


Size:


Font: