ગીતશાસ્ત્ર 138 : 1 (GUV)
દાઉદનું [ગીત] હું ખરા હ્રદયથી તમારી આભારસ્તુતિ કરીશ; હું દેવોની આગળ તમારાં સ્‍તોત્ર ગાઈશ.
ગીતશાસ્ત્ર 138 : 2 (GUV)
હું તમારા પવિત્ર મંદિર તરફ ફરીને ભજન કરીશ, તમારી કૃપા તથા સત્યતાને લીધે હું તમારું નામ વખાણીશ; કેમ કે સર્વ કરતાં તમે તમારા નામનું માહાત્મ્ય વધાર્યું છે.
ગીતશાસ્ત્ર 138 : 3 (GUV)
મેં વિનંતી કરી તે જ દિવસે તમે મને ઉત્તર આપ્યો, અને આત્મબળ આપીને મને બળવાન કર્યો.
ગીતશાસ્ત્ર 138 : 4 (GUV)
હે યહોવા, પૃથ્વીના સર્વ રાજાઓએ તમારા મુખનાં વચન સાંભળ્યાં છે, તેથી તેઓ તમારી સ્તુતિ કરશે.
ગીતશાસ્ત્ર 138 : 5 (GUV)
હા, તેઓ યહોવાના માર્ગો વિષે ગાશે; કેમ કે યહોવાનો મહિમા મહાન છે.
ગીતશાસ્ત્ર 138 : 6 (GUV)
જો કે યહોવા મહાન છે, તોપણ તે દીન જનો પર લક્ષ રાખે છે; પણ ગર્વિષ્ઠોને તો તે વેગળેથી ઓળખે છે.
ગીતશાસ્ત્ર 138 : 7 (GUV)
જો મારે સંકટમાં ચાલવું પડશે, તો પણ તમે મને જીવાડશો; મારા શત્રુઓના ક્રોધની સામે તમે તમારો હાથ લાંબો કરશો, અને તમારો જમણો હાથ મને તારશે.
ગીતશાસ્ત્ર 138 : 8 (GUV)
મારા સંબંધનું જે છે તે સર્વ યહોવા પૂર્ણ કરશે. હે યહોવા, તમારી કૃપા સદાકાળ [ટકનાર] છે; તમે તમારા હાથનાં કામોનો ત્યાગ ન કરો.

1 2 3 4 5 6 7 8

BG:

Opacity:

Color:


Size:


Font: