ગીતશાસ્ત્ર 137 : 1 (GUV)
બાબિલની નદીઓને કાંઠે અમે બેઠા, અને અમને સિયોનનું સ્મરણ થઈ આવ્યું ત્યારે અમે રડ્યા.
ગીતશાસ્ત્ર 137 : 2 (GUV)
અને ત્યાંનાં વૃક્ષો ઉપર અમે અમારી સિતારો ટાંગી દીધી.
ગીતશાસ્ત્ર 137 : 3 (GUV)
કેમ કે ત્યાં અમને બંદીવાસમાં લઈ જનારાઓએ ગીત ગાવાનું ફરમાવ્યું. અમારા પજવનારાઓએ કહ્યું, “અમને ગમત થાય માટે સિયોનનાં ગીતોમાંનું કોઈ એક ગીત ગાઓ.”
ગીતશાસ્ત્ર 137 : 4 (GUV)
પણ પારકા દેશમાં અમે યહોવાનું ગીત કેમ ગાઈ શકીએ?
ગીતશાસ્ત્ર 137 : 5 (GUV)
હે યરુશાલેમ, જો હું તને વીસરી જાઉં તો મારો જમણો હાથ [પોતાનું કર્તવ્ય] વીસરી જાય.
ગીતશાસ્ત્ર 137 : 6 (GUV)
જો હું તારું સ્મરણ ન કરું, અથવા જો મારા મુખ્ય આનંદ કરતાં યરુશાલેમને શ્રેષ્ઠ માનતો ન હોઉં, તો મારી જીભ મારા તાળવાને ચોંટી જાય.
ગીતશાસ્ત્ર 137 : 7 (GUV)
હે યહોવા, જે દિવસે અદોમપુત્રો કહેતા હતા, “યરુશાલેમને જડમૂળથી ઉખેડી નાખો” તે દિવસને તમે યાદ રાખો.
ગીતશાસ્ત્ર 137 : 8 (GUV)
હે નાશ પામનારી બાબિલની દીકરી, તેં જે વર્તન અમારી સાથે ચલાવ્યું છે તેવું જ વર્તન જે કોઈ તારી સાથે ચલાવે તેને ધન્ય છે.
ગીતશાસ્ત્ર 137 : 9 (GUV)
જે કોઈ તારાં બાળકોને પકડીને પથ્થર પર અફાળે તેને ધન્ય છે.

1 2 3 4 5 6 7 8 9

BG:

Opacity:

Color:


Size:


Font: