ગીતશાસ્ત્ર 135 : 1 (GUV)
યહોવાની સ્તુતિ કરો; યહોવાના નામની સ્તુતિ કરો; હે યહોવાના સેવકો, તમે તેમની સ્તુતિ કરો;
ગીતશાસ્ત્ર 135 : 2 (GUV)
યહોવાના મંદિરમાં, આપણા ઈશ્વરના મંદિરનાં આંગણામાં ઊભા રહેનારા [તેમની સ્તુતિ કરો].
ગીતશાસ્ત્ર 135 : 3 (GUV)
તમે યહોવાની સ્તુતિ કરો, કેમ કે યહોવા ઉત્તમ છે; તેમના નામની સ્તુતિ ગાઓ, કેમ કે તેમ કરવું આનંદદાયક છે.
ગીતશાસ્ત્ર 135 : 4 (GUV)
યહોવાએ પોતાને માટે યાકૂબને પસંદ કર્યો છે, તેમણે ઇઝરાયલને પોતાની ખાસ મિલકત થવા માટે [પસંદ કર્યો છે].
ગીતશાસ્ત્ર 135 : 5 (GUV)
કેમ કે હું જાણું છું કે યહોવા મહાન છે, આપણા પ્રભુ સર્વ દેવો કરતાં મહાન છે.
ગીતશાસ્ત્ર 135 : 6 (GUV)
આકાશમાં તથા પૃથ્વીમાં, સમુદ્રોમાં તથા સર્વ ઊંડાણોમાં, યહોવાને જે જે સારું લાગ્યું, તે સર્વ તેમણે કર્યું છે.
ગીતશાસ્ત્ર 135 : 7 (GUV)
પૃથ્વીના છેડાથી તે વાદળાં ચઢાવે છે; વરસાદને માટે તે વીજળી ઉત્પન્‍ન કરે છે; પોતાના ભંડારોમાંથી તે વાયુને બહાર કાઢે છે.
ગીતશાસ્ત્ર 135 : 8 (GUV)
મિસરમાં તેમણે માણસોના તથા પશુઓના પ્રથમ જન્મેલાઓને માર્યા.
ગીતશાસ્ત્ર 135 : 9 (GUV)
હે મિસર, તારા પ્રદેશમાં, ફારુન ઉપર તથા તેના સર્વ સેવકો ઉપર, પ્રભુએ ચિહ્નો તથા ચમત્કારો મોકલ્યાં.
ગીતશાસ્ત્ર 135 : 10 (GUV)
તેમણે ઘણી પ્રજાઓને મારી, તેમણે પરાક્રમી રાજાઓનો સંહાર કર્યો;
ગીતશાસ્ત્ર 135 : 11 (GUV)
અમોરીઓના રાજા સિહોનને, તથા બાશાનના રાજા ઓગને, અને કનાનનાં સર્વ રાજ્યોને [તેમણે માર્યા];
ગીતશાસ્ત્ર 135 : 12 (GUV)
તેમના દેશને પ્રભુએ પોતાના લોક ઇઝરાયલને વારસામાં આપ્યો.
ગીતશાસ્ત્ર 135 : 13 (GUV)
હે યહોવા, તમારું નામ અનંતકાળ [ટકનાર] છે; હે યહોવા, તમારું સ્મરણ પેઢી દરપેઢી [ટકી રહેનાર] છે.
ગીતશાસ્ત્ર 135 : 14 (GUV)
યહોવા પોતાના લોકોનો ન્યાય કરશે, તે પોતાના સેવકો વિષે દિલગીર થશે.
ગીતશાસ્ત્ર 135 : 15 (GUV)
વિદેશીઓની મૂર્તિઓ તો સોનારૂપાની છે, તેઓ માણસોના હાથથી બનેલી છે.
ગીતશાસ્ત્ર 135 : 16 (GUV)
તેઓને મોં હોય છે, પણ તેઓ બોલતી નથી; આંખ હોય છે, પણ તેઓ જોતી નથી;
ગીતશાસ્ત્ર 135 : 17 (GUV)
કાન હોય છે, પણ તેઓ સાંભળતી નથી; અને તેઓનાં મુખમાં શ્વાસ નથી.
ગીતશાસ્ત્ર 135 : 18 (GUV)
તેઓના બનાવનારા, તેમ જ તેઓના પર ભરોસો રાખનારા સર્વ તેમના જેવા થશે.
ગીતશાસ્ત્ર 135 : 19 (GUV)
હે ઇઝરાયલપુત્રો, યહોવાને સ્તુત્ય માનો; હારુનપુત્રો, તમે યહોવાને સ્તુત્ય માનો;
ગીતશાસ્ત્ર 135 : 20 (GUV)
લેવીપુત્રો, યહોવાને સ્તુત્ય માનો; યહોવાના ભક્તો, તમે યહોવાને સ્તુત્ય માનો.
ગીતશાસ્ત્ર 135 : 21 (GUV)
યરુશાલેમમાં વસનાર યહોવાને સિયોનમાંથી ધન્ય હોજો. યહોવાની સ્તુતિ કરો.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21

BG:

Opacity:

Color:


Size:


Font: