ગીતશાસ્ત્ર 133 : 1 (GUV)
ભાઇઓ સહુ સંપીને રહે તે કેવું સરસ અને શોભાયમાન છે!
ગીતશાસ્ત્ર 133 : 2 (GUV)
તેં માથે ચોળેલા, દાઢી સુધી, હા, હારુનની દાઢી સુધી અને તેના વસ્રની કોર સુધી, ઊતરેલા મૂલ્યવાન તેલનાં જેવું છે.
ગીતશાસ્ત્ર 133 : 3 (GUV)
વળી તે હેમોર્ન પર્વત પરના તથા સિયોનના પર્વતો પરના ઝાકળ જેવું છે.કારણકે, યહોવાએ આપણને સિયોનમાં શાશ્વત જીવનનાં આશીર્વાદ આપ્યાં છે.
❮
❯
1
2
3