ગીતશાસ્ત્ર 132 : 1 (GUV)
ચઢવાનું ગીત. હે યહોવા, જે સર્વ દુ:ખો દાઉદે વેઠ્યાં તે તેના લાભમાં સંભારો;
ગીતશાસ્ત્ર 132 : 2 (GUV)
તેણે યહોવાની આગળ કેવા સમ ખાધા, યાકૂબના સમર્થ [ઈશ્વર] ની આગળ તેણે કેવી પ્રતિજ્ઞા કરી કે,
ગીતશાસ્ત્ર 132 : 3 (GUV)
“જ્યાં સુધી યહોવાને માટે હું મકાન ન મેળવું, અને યાકૂબના સમર્થ [ઈશ્વર] ને માટે નિવાસસ્થાન [તૈયાર ન કરું];
ગીતશાસ્ત્ર 132 : 4 (GUV)
ત્યાં સુધી હું મારા તંબુમાં નહિ આવું, અને મારા પલંગ પર નહિ સૂઉં;
ગીતશાસ્ત્ર 132 : 5 (GUV)
વળી મારી આંખોને ઊંઘ, અને મારાં પોપચાંને નિદ્રા આવવા નહિ દઉં.”
ગીતશાસ્ત્ર 132 : 6 (GUV)
આપણે એફ્રાથા પાસે એ વિષે સાંભળ્યું; તે આપણને વનનાં ક્ષેત્રોમાં મળ્યો.
ગીતશાસ્ત્ર 132 : 7 (GUV)
આપણે પ્રભુના મંદિરમાં જઈએ; તેમના પાયાસનની આગળ તેમને ભજીએ.
ગીતશાસ્ત્ર 132 : 8 (GUV)
હે યહોવા, તમે તમારા સામર્થ્યના કોશની સાથે તમારા વિશ્રામસ્થાનમાં આવવાને ઊઠો.
ગીતશાસ્ત્ર 132 : 9 (GUV)
તમારા યાજકો ન્યાયીપણાથી વેષ્ટિત થાઓ; અને તમારા ભક્તો હર્ષનાદ કરો.
ગીતશાસ્ત્ર 132 : 10 (GUV)
તમારા સેવક દાઉદની ખાતર તમારા અભિષિક્તનું મુખ પાછું ન ફેરવો.
ગીતશાસ્ત્ર 132 : 11 (GUV)
યહોવાએ દાઉદની સાથે સત્ય પ્રતિજ્ઞા કરી, “હું તારી ગાદી પર તારા સંતાનને બેસાડીશ;” તેથી તે ફરી જશે નહિ.
ગીતશાસ્ત્ર 132 : 12 (GUV)
“જો તારા દીકરા મારો કરાર, અને જે સાક્ષ્ય હું તેમને શીખવું તે પાળે, તો તેઓનાં સંતાન પણ તારી ગાદીએ સદાકાળ બેસશે.”
ગીતશાસ્ત્ર 132 : 13 (GUV)
કેમ કે યહોવાએ સિયોનને પસંદ કર્યું છે; તેમણે પોતાના નિવાસસ્થાનને માટે તેને ઇચ્છયું છે.
ગીતશાસ્ત્ર 132 : 14 (GUV)
“આ મારું સદાકાળનું વિશ્રામસ્થાન છે; હું અહીં જ રહીશ; કેમ કે મેં તેને ઇચ્છયું છે.
ગીતશાસ્ત્ર 132 : 15 (GUV)
નિશ્ચે હું તેના અન્‍નને આશીર્વાદ આપીશ; હું રોટલીથી તેના કંગાલોને તૃપ્ત કરીશ.
ગીતશાસ્ત્ર 132 : 16 (GUV)
હું તેના યાજકોને તારણનો ઝભ્ભો પહેરાવીશ, તેના ભક્તો આનંદથી જયજયકાર કરશે.
ગીતશાસ્ત્ર 132 : 17 (GUV)
ત્યાં હું દાઉદને માટે શિંગ ચઢાવીશ; મારા અભિષિક્તને માટે મેં દીવો તૈયાર કર્યો છે.
ગીતશાસ્ત્ર 132 : 18 (GUV)
તેના શત્રુઓને હું લાજથી ઢાંકી દઈશ; પણ તેના પોતાના પર તેનો મુગટ દીપશે.”

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18

BG:

Opacity:

Color:


Size:


Font: