ગીતશાસ્ત્ર 132 : 1 (GUV)
હે યહોવા, જે સર્વ કષ્ટો દાઉદે સહન કર્યા હતાં તેને યાદ કરો.
ગીતશાસ્ત્ર 132 : 2 (GUV)
યાકૂબના સમર્થ દેવ સમક્ષ તેણે પ્રતિજ્ઞા લીધી હતી; હા યહોવા સમક્ષ તેણે શપથ લીધા હતાં.
ગીતશાસ્ત્ર 132 : 3 (GUV)
“જ્યાં સુધી હું યહોવાને માટે મકાન ન મેળવું; અને યાકૂબના સમર્થ દેવ માટે નિવાસસ્થાન તૈયાર ન કરું;
ગીતશાસ્ત્ર 132 : 4 (GUV)
ત્યાં સુધી હું મારા ઘરમાં જઇશ નહિ; ત્યાં સુધી મારા પલંગ પર ઊંઘીશ નહિ.
ગીતશાસ્ત્ર 132 : 5 (GUV)
વળી મારી આંખોને ઊંઘ અને મારા પોપચાને નિદ્રા આવવા દઇશ નહિ.”
ગીતશાસ્ત્ર 132 : 6 (GUV)
દેવ, અમે તેના વિષે એફાથાહમાં સાંભળ્યું, અમને તે કરારકોશ કિર્યાથ યેરામ ના જંગલના ખેતરોમાં મળ્યો.
ગીતશાસ્ત્ર 132 : 7 (GUV)
પણ હવે ચાલો આપણે મંદિરમા, દેવના કાયમી ઘરમાં જઇએ; ચાલો આપણે દેવના પાયાસનની આગળ તેને ભજીએ.
ગીતશાસ્ત્ર 132 : 8 (GUV)
હે યહોવા, ઊઠો અને, તમે તમારા શકિતશાળી કોશની સાથે તમારા વિશ્રામસ્થાનમાં આવો.
ગીતશાસ્ત્ર 132 : 9 (GUV)
તમારા યાજકો ન્યાયીપણાથી આશીર્વાદિત થાઓ; અને તારા ભકતો હર્ષનાદ કરો.
ગીતશાસ્ત્ર 132 : 10 (GUV)
તમારા સેવક દાઉદને માટે દેવ, તમે જે એકને પસંદ કરીને અભિષિકત કર્યો છે તેનો અસ્વીકાર ન કરો.
ગીતશાસ્ત્ર 132 : 11 (GUV)
“હું તારી ગાદી પર તારા વંશજોને મૂકીશ” તેથી તે તેનું વચન તોડશે નહિ.
ગીતશાસ્ત્ર 132 : 12 (GUV)
જો તારા પુત્રો મારો કરાર, અને જે નિયમો હું તેમને શીખવું તે પાળે; તો તેઓના સંતાનો પણ તારી ગાદીએ સદાકાળ બેસશે.
ગીતશાસ્ત્ર 132 : 13 (GUV)
હે યહોવા, તમે સિયોનને તમારા નિવાસસ્થાન તરીકે પસંદ કર્યુ છે.
ગીતશાસ્ત્ર 132 : 14 (GUV)
તમે કહ્યું છે, “મારા સદાકાળના વિશ્રામનું આ સ્થળ છે. હું અહીં બિરાજમાન થઇશ.” મેં તેમ કરવા ચાહ્યું હતું.
ગીતશાસ્ત્ર 132 : 15 (GUV)
હું આ સિયોનને સમૃદ્ધ બનાવી અને અનાજથી ભરી દઇશ. અને હું સિયોનમાં ગરીબ લોકોને ભરપૂર અનાજથી સંતોષીશ.
ગીતશાસ્ત્ર 132 : 16 (GUV)
હું તેના યાજકોને તારણનો ઝભ્ભો પહેરાવીશ; મારા પરમ ભકતો આનંદથી ગાશે.
ગીતશાસ્ત્ર 132 : 17 (GUV)
દાઉદની શકિત આ જગાએ, મજબૂત બનશે. “મારા અભિષિકત માટે મેં દીવો તૈયાર કર્યો છે.”
ગીતશાસ્ત્ર 132 : 18 (GUV)
તેના શત્રુઓને હું શરમથી ઢાંકી દઇશ; પણ તે પોતે એક ગૌરવી રાજા બનશે.
❮
❯