ગીતશાસ્ત્ર 131 : 1 (GUV)
ચઢવાનું ગીત; દાઉદનું. હે યહોવા, મારું મન ગર્વિષ્ઠ નથી, મારી આંખો અભિમાની નથી, વળી મોટી મોટી બાબતોમાં, અને જે વાતોને હું પહોંચી શક્તો નથી તેમાં, હું હાથ નાખતો નથી.
ગીતશાસ્ત્ર 131 : 2 (GUV)
ખરેખર મેં મારો આત્મા નમ્ર તથા શાંત કર્યો છે; પોતાની માનું ધાવણ છોડી દેનાર બાળકના જેવો, હા, મારો આત્મા ધાવણ છોડી દેનાર બાળકના જેવો જ છે.
ગીતશાસ્ત્ર 131 : 3 (GUV)
હે ઇઝરાયલ, આ સમયથી તે સર્વકાળ માટે યહોવાની જ આશા રાખજે.

1 2 3

BG:

Opacity:

Color:


Size:


Font: