ગીતશાસ્ત્ર 131 : 1 (GUV)
હે યહોવા હું ગવિર્ષ્ઠ નથી, હું કદી અગત્યના માણસ તરીકે વર્તતો નથી. હું મારી જાતને કદીય “મહાન વસ્તુઓ” સાથે સંડોવતો નથી જે કરવું મારા માટે અતિ ભયપ્રદ હોય.
ગીતશાસ્ત્ર 131 : 2 (GUV)
મેં મારી જાતને શાંત કરી છે. મારો આત્મા સ્વસ્થ અને શાંત છે. મારો આત્મા માતાના બાહુમાં ધાવણથી તૃપ્ત થયેલ બાળક જેવો છે.
ગીતશાસ્ત્ર 131 : 3 (GUV)
હે ઇસ્રાએલ, યહોવા પર હંમેશા અને સદાય ભરોસો રાખ.

1 2 3