ગીતશાસ્ત્ર 129 : 1 (GUV)
ઇસ્રાએલને કહેવા દો, “મારી યુવાવસ્થાથી મારી પાસે ઘણાં દુશ્મનો હતાં.”
ગીતશાસ્ત્ર 129 : 2 (GUV)
મારી યુવાવસ્થાથી મારી પાસે ઘણા દુશ્મનો હતા પણ તેઓ મને હરાવી ન શક્યા!
ગીતશાસ્ત્ર 129 : 3 (GUV)
પીઠ પર લાંબા અને ઊંડા કાપા પડ્યા તેટલો માર્યો, હળથી ખેતરમાં ચાસ પાડ્યા હોય તેમ.
ગીતશાસ્ત્ર 129 : 4 (GUV)
પરંતુ યહોવા તો ન્યાયી છે, દુષ્ટ લોકોએ મને બાંધેલા દોરડાં ને (બંધનોને) તેણે કાપ્યાં છે.
ગીતશાસ્ત્ર 129 : 5 (GUV)
સિયોનને ધિક્કારનારા બધાં અપમાનિત થાઓ અને હારીને ભાગી જાય.
ગીતશાસ્ત્ર 129 : 6 (GUV)
તેઓ છાપરા ઉપર અંકુરિત થતા ઘાસ જેવા થાઓ; જે વૃદ્ધિ પામ્યાં પહેલા સુકાઇ જાય છે.
ગીતશાસ્ત્ર 129 : 7 (GUV)
જેથી કાપનાર પોતાનો હાથ અને પૂળા બાંધનાર પોતાની બાથ ભરી શકતો નથી.
ગીતશાસ્ત્ર 129 : 8 (GUV)
તેઓની પાસેથી જનારા એવું કહેતા નથી કે, “યહોવાનો આશીર્વાદ તમારા પર હો! યહોવાના નામે અમે તમને આશિષ આપીએ છીએ.”
❮
❯