ગીતશાસ્ત્ર 125 : 1 (GUV)
ચઢવાનું ગીત. યહોવા પર વિશ્વાસ રાખનારાઓ સિયોન પહાડ જેવા છે કે, જે કદી ખસનાર નથી, પણ સદાકાળ ટકી રહે છે.
ગીતશાસ્ત્ર 125 : 2 (GUV)
જેમ યરુશાલેમની આસપાસ પર્વતો આવેલા છે, તેમ આ સમયથી તે સર્વકાળ માટે પોતાના લોકોની આસપાસ યહોવા છે.
ગીતશાસ્ત્ર 125 : 3 (GUV)
કેમ કે દુષ્ટતાનો રાજદંડ ન્યાયીઓના હિસ્સા પર ટકશે નહિ; રખેને ન્યાયીઓ અન્યાય કરવા લલચાય.
ગીતશાસ્ત્ર 125 : 4 (GUV)
હે યહોવા, જેઓ સારાં છે, અને જેઓનાં હ્રદય યથાર્થ છે તેઓનું તમે કલ્યાણ કરો.
ગીતશાસ્ત્ર 125 : 5 (GUV)
જેઓ પોતાને આડેઅવળે માર્ગે વળે છે, તેઓને યહોવા દુષ્ટોની સાથે લઈ જશે. ઇઝરાયલ ઉપર શાંતિ થાઓ.

1 2 3 4 5

BG:

Opacity:

Color:


Size:


Font: