ગીતશાસ્ત્ર 122 : 1 (GUV)
ચઢવાનું ગીત; દાઉદનું જ્યારે તેઓએ મને કહ્યું, “આપણે યહોવાને મંદિરે જઈએ, ” ત્યારે હું આનંદ પામ્યો.
ગીતશાસ્ત્ર 122 : 2 (GUV)
હે યરુશાલેમ, તારા દ્વારોમાં અમે ઊભા રહ્યા હતા.
ગીતશાસ્ત્ર 122 : 3 (GUV)
યરુશાલેમ તો હારબંધ ઇમારતોવાળા નગરના જેવું બાંધેલું છે.
ગીતશાસ્ત્ર 122 : 4 (GUV)
ત્યાં કુળો ચઢે છે; યહોવાનાં કુળો ઇઝરાયલને સાક્ષીરૂપ થવાને અર્થે, યહોવાના નામનો આભાર માનવા માટે [ચઢે છે].
ગીતશાસ્ત્ર 122 : 5 (GUV)
કેમ કે ત્યાં ઇનસાફનાં રાજ્યાસનો- દાઉદના કુટુંબનાં રાજ્યાસનો- સ્થાપવામાં આવેલાં છે.
ગીતશાસ્ત્ર 122 : 6 (GUV)
યરુશાલેમની શાંતિને માટે પ્રાર્થના કરો; તારા પર પ્રેમ રાખનારાં ક્ષેમકુશળ રહો.
ગીતશાસ્ત્ર 122 : 7 (GUV)
તારા કોટની અંદર શાંતિ અને તારા મહેલોની અંદર કુશળતા થાઓ.
ગીતશાસ્ત્ર 122 : 8 (GUV)
મારા ભાઈઓ તથા મિત્રોને ખાતર હવે હું બોલીશ કે, “તારામાં શાંતિ થાઓ.”
ગીતશાસ્ત્ર 122 : 9 (GUV)
અમારા ઈશ્વર યહોવાના મંદિરને અર્થે હું તારું હિત શોધીશ.

1 2 3 4 5 6 7 8 9

BG:

Opacity:

Color:


Size:


Font: