ગીતશાસ્ત્ર 121 : 1 (GUV)
હું પર્વતો તરફ મારી આંખો ઊંચી કરું છું, મને સહાય ક્યાંથી મળે?
ગીતશાસ્ત્ર 121 : 2 (GUV)
આકાશ અને પૃથ્વી ઉત્પન્ન કરનાર યહોવા પાસેથી મને સહાય મળે છે.
ગીતશાસ્ત્ર 121 : 3 (GUV)
તે તમને ઠોકર ખાવા દેશે નહિ, કે લપસવા દેશે નહિ. તે જે તમારી દેખરેખ રાખે છે તે ઘસઘસાટ ઊંઘી જનાર નથી.
ગીતશાસ્ત્ર 121 : 4 (GUV)
જુઓ, ઇસ્રાએલનો જે રક્ષક છે તે ઊંઘતો નથી અને નિદ્રાવશ થતો નથી.
ગીતશાસ્ત્ર 121 : 5 (GUV)
યહોવા જમણે હાથે તમારી ઉપર પોતાની છાયા પાડશે; યહોવા તમારા રક્ષક છે.
ગીતશાસ્ત્ર 121 : 6 (GUV)
ખ નહિ પહોચાડે.
ગીતશાસ્ત્ર 121 : 7 (GUV)
યહોવા, તારું દરેક આપત્તિઓમાં રક્ષણ કરશે. યહોવા તમારા આત્માની સંભાળ રાખશે.
ગીતશાસ્ત્ર 121 : 8 (GUV)
તમે જે બધું કરશો તેમા યહોવા તમારી પર નજર રાખશે. તે હમણાંથી તે સર્વકાળ સુધી તમારી દેખરેખ રાખશે.

1 2 3 4 5 6 7 8