ગીતશાસ્ત્ર 120 : 1 (GUV)
મારા સંકટોમાં મે યહોવાને પોકાર કર્યો; અને તેમણે મને સાંભળ્યો ને ઉત્તર આપ્યો.
ગીતશાસ્ત્ર 120 : 2 (GUV)
હે યહોવા, જૂઠા હોઠોથી તથા છેતરામણી જીભથી તમે મારા આત્માને બચાવો.
ગીતશાસ્ત્ર 120 : 3 (GUV)
હે કપટી જૂઠા લોકો, તમે શું મેળવશો? તમારા જૂઠાણાંથી તમને શો લાભ થશે?
ગીતશાસ્ત્ર 120 : 4 (GUV)
તને તીક્ષ્ણ બાણોથી વીંધવામા આવશે; અને ધગધગતા અંગારાથી તને દજાડાશે.
ગીતશાસ્ત્ર 120 : 5 (GUV)
મને અફસોસ છે કે હું મેશેખમાં રહું છું અને કેદારનાં તંબુઓમાં વસું છું.
ગીતશાસ્ત્ર 120 : 6 (GUV)
જે શાંતિ પર દ્વેષ રાખે છે તેની સાથે રહીને હવે તો હું ધરાઇ ગયો છું.
ગીતશાસ્ત્ર 120 : 7 (GUV)
જ્યારે મેં કહ્યું, “મારે શાંતિ જોઇએ છે. હું શાંતિ ચાહું છું.” ત્યારે તે લોકોને લડાઇ જોઇતી હતી.
❮
❯