ગીતશાસ્ત્ર 115 : 1 (GUV)
(1-2) હે યહોવા, અમારું નહિ, તમારું નામ થાઓ મહિમાવાન; તમારી કૃપા અને તમારા વિશ્વાસુપણા માટે સર્વ સ્તુતિ કરે. “તમારા દેવ ક્યાં છે?”
ગીતશાસ્ત્ર 115 : 3 (GUV)
કારણ અમારા દેવ સ્વર્ગમાઁ છે અને તેમની ઇચ્છા પ્રમાણે કાર્ય કરે છે.
ગીતશાસ્ત્ર 115 : 4 (GUV)
તેઓના દેવો સોના ચાંદીના જ છે; તેઓ માણસોના હાથથી ઘડાયેલા છે.
ગીતશાસ્ત્ર 115 : 5 (GUV)
તેઓને મોંઢા છે છતાં બોલતાં નથી; તેઓને આંખો છે છતાં જોઇ શકતાં નથી.
ગીતશાસ્ત્ર 115 : 6 (GUV)
તેઓને કાન છે છતાં સાંભળતા નથી; નાક છે, પણ, તેઓ સૂંઘી શકતા નથી.
ગીતશાસ્ત્ર 115 : 7 (GUV)
તેઓને હાથ છે પણ ઉપયોગ કરતાં નથી; તેઓને પગ છે છતાં તે ચાલી શકતા નથી. તેઓ પોતાના ગળામાંથી અવાજ કાઢી શકતા નથી.
ગીતશાસ્ત્ર 115 : 8 (GUV)
જેઓ તેમને બનાવશે, અને તેઓ પર વિશ્વાસ કરશે તેઓ બધાં જલ્દી તેમના જેવા થશે.
ગીતશાસ્ત્ર 115 : 9 (GUV)
હે ઇસ્રાએલ, યહોવામાં તમારો ભરોસાઓ રાખો. તે તારો તારણહાર છે અને તે તારી ઢાલ છે.
ગીતશાસ્ત્ર 115 : 10 (GUV)
હે હારુનપુત્રો, યહોવામાં તમારી શ્રદ્ધા રાખો, તે તમારો તારણહાર અને તમારી ઢાલ છે.
ગીતશાસ્ત્ર 115 : 11 (GUV)
હે યહોવાના ભકતો તેમનામાં તમારો વિશ્વાસ રાખો, તે તમારા મદદગાર અને ઢાલ છે.
ગીતશાસ્ત્ર 115 : 12 (GUV)
યહોવાએ આપણને સંભાર્યા છે, તે આપણને આશીર્વાદ આપશે; ઇસ્રાએલપુત્રોને અને હારુનપુત્રોને પણ તે આશીર્વાદ આપશે.
ગીતશાસ્ત્ર 115 : 13 (GUV)
હે યહોવાના ભકતો, નાનાઁમોટાં સર્વને તે આશીર્વાદ આપશે.
ગીતશાસ્ત્ર 115 : 14 (GUV)
યહોવા ખચીત તમારા છોકરાંની તથા તમારી વૃદ્ધિ કર્યા કરશે.
ગીતશાસ્ત્ર 115 : 15 (GUV)
હા, આકાશ અને પૃથ્વીના સર્જક; યહોવા પોતે, તમને આશીર્વાદ આપશે.
ગીતશાસ્ત્ર 115 : 16 (GUV)
આકાશો તે યહોવાનાઁ પોતાના છે, પણ પૃથ્વી તેણે માણસોને આપી છે.
ગીતશાસ્ત્ર 115 : 17 (GUV)
મૃત્યુ પામેલાઓ, કબરમાં ઊતરનારાઓ પૃથ્વી પર યહોવાના સ્તોત્ર નથી ગાઇ શકતા.
ગીતશાસ્ત્ર 115 : 18 (GUV)
પણ અમે આજથી સર્વકાળપર્યંત યહોવાની સ્તુતિ કરીશું. યહોવાની સ્તુતિ થાઓ!
❮
❯