ગીતશાસ્ત્ર 114 : 1 (GUV)
જ્યારે ઇસ્રાએલીઓ વષોર્ પૂવેર્ મિસરમાંથી નીકળ્યા, તેથી પરભાષા બોલનાર લોકોમાંથી યાકૂબનું કુટુંબ નીકળ્યું.
ગીતશાસ્ત્ર 114 : 2 (GUV)
પછી યહૂદિયા દેવનું નવું ઘર અને ઇસ્રાએલ દેશ તેમનું રાજ્ય બન્યાં.
ગીતશાસ્ત્ર 114 : 3 (GUV)
તેઓને આવતા જોઇને લાલ સમુદ્ર બે ભાગમાં વહેંચાઇ ગયો; યર્દન નદી પાછી વળી અને દૂર દોડી ગઇ.
ગીતશાસ્ત્ર 114 : 4 (GUV)
પર્વતો ઘેટાંઓની માફક કૂદ્યા અને ડુંગરો ગાડરની જેમ કૂદ્યા.
ગીતશાસ્ત્ર 114 : 5 (GUV)
અરે લાલ સમુદ્ર! તને શું થઇ ગયું કે તું બે ભાગમાં વહેંચાઇ ગયો? યર્દન નદી, શું થયું તારા પાણીનું? શા માટે તમે પાછા હઠી ગયા?
ગીતશાસ્ત્ર 114 : 6 (GUV)
અરે પર્વતો, તમે શા માટે ઘેટાંની જેમ કૂદ્યા? અને ડુંગરો તમે કેમ હલવાનોની જેમ કૂદ્યા?
ગીતશાસ્ત્ર 114 : 7 (GUV)
હે પૃથ્વી, પ્રભુની સમક્ષ, યાકૂબના દેવની સમક્ષ, તું થરથર કાંપ.
ગીતશાસ્ત્ર 114 : 8 (GUV)
તેણે ખડકમાંથી પાણી વહેતું કર્યું. તેણે ચકમકમાંથી જળનાં ઝરણા વહાવ્યાં.
❮
❯