ગીતશાસ્ત્ર 113 : 1 (GUV)
યહોવાની સ્તુતિ કરો. હે યહોવાના સેવકો, સ્તુતિ કરો. યહોવાના નામની સ્તુતિ કરો.
ગીતશાસ્ત્ર 113 : 2 (GUV)
યહોવાનું નામ આ વખતથી તે સર્વકાળ સ્તુત્ય થાઓ.
ગીતશાસ્ત્ર 113 : 3 (GUV)
સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી યહોવાના નામની સ્તુતિ કરો.
ગીતશાસ્ત્ર 113 : 4 (GUV)
યહોવા બધી જ પ્રજાઓ પર સર્વોપરી અધિકારી છે, અને તેમનું ગૌરવ આકાશો કરતાં મોટું છે.
ગીતશાસ્ત્ર 113 : 5 (GUV)
આપણા ઈશ્વર યહોવા જેવો કોણ છે? તે પોતાનું રહેઠાણ ઉચ્ચસ્થાનમાં રાખે છે.
ગીતશાસ્ત્ર 113 : 6 (GUV)
આકાશમાં તથા પૃથ્વીમાં [જે છે તે] જોવાને તે પોતાને દીન કરે છે.
ગીતશાસ્ત્ર 113 : 7 (GUV)
તે ધૂળમાંથી રાંકને ઉઠાવી લે છે, અને ઉકરડા ઉપરથી દરિદ્રીને ચઢતીમાં લાવે છે;
ગીતશાસ્ત્ર 113 : 8 (GUV)
તેથી તે અમીરઉમરાવો સાથે, એટલે પોતાના લોકોના અમીર ઉમરાવો સાથે બેસનાર થાય.
ગીતશાસ્ત્ર 113 : 9 (GUV)
તે નિ:સંતાન સ્‍ત્રીને તેના પોતાના ઘરમાં રાખે છે, તેને પુત્રોની આનંદી માતા બનાવે છે. યહોવાની સ્તુતિ કરો.

1 2 3 4 5 6 7 8 9

BG:

Opacity:

Color:


Size:


Font: