ગીતશાસ્ત્ર 112 : 1 (GUV)
યહોવાની સ્તુતિ થાઓ! જે યહોવાનો ડર રાખે છે અને માન આપે છે તેને ધન્ય છે. અને જેઓ ખુશીથી તેની આજ્ઞાને અનુસરે છે તેઓ આશીર્વાદિત છે.
ગીતશાસ્ત્ર 112 : 2 (GUV)
તેઓનાં સંતાન પૃથ્વી પર બળવાન થશે; અને ન્યાયીઓના વંશજો સાચા અર્થમાં આશીર્વાદ પામશે.
ગીતશાસ્ત્ર 112 : 3 (GUV)
તેમના ઘરમાં ધનદોલતની વૃદ્ધિ થશે; અને તેમનું ન્યાયીપણુ કદી વિસરાશે નહિ.
ગીતશાસ્ત્ર 112 : 4 (GUV)
સારા લોકો માટે અંધકારમાં પ્રકાશ પ્રગટ થાય છે; તેઓને માટે દેવ ભલા, દયાળુ અને કૃપાળુ છે.
ગીતશાસ્ત્ર 112 : 5 (GUV)
વ્યકિત માટે દયાળુ અને ઉદાર થવું તે સારું છે, વ્યકિત માટે એ તેના બધાં વ્યવહારમાં ન્યાયી રહેવું તે સારું છે.
ગીતશાસ્ત્ર 112 : 6 (GUV)
તે વ્યકિત કદી પડશે નહિ તેથી સારા માણસનું સ્મરણ સર્વકાળ રહેશે.
ગીતશાસ્ત્ર 112 : 7 (GUV)
તે ખરાબ સમાચારથી ડરતો નથી; અને શું થશે તેની પણ ચિંતા કરતો નથી તે દેવ પર ભરોસો રાખી દ્રઢ રહે છે.
ગીતશાસ્ત્ર 112 : 8 (GUV)
કરણ શાંત અને સ્થિર રહે છે; તેથી તે ડરશે નહિ. શત્રુઓ પર જીત મેળવશે.
ગીતશાસ્ત્ર 112 : 9 (GUV)
તેણે ઉદારતાથી નિર્ધનોની મદદ કરી છે, અને તેનું ન્યાયીપણું સર્વકાળ ટકે છે; અને તે મોટું સન્માન પ્રાપ્ત કરશે.
ગીતશાસ્ત્ર 112 : 10 (GUV)
જ્યારે દુષ્ટો આ જોશે ત્યારે ગુસ્સે થશે, તેઓ ક્રોધમાં પોતાના દાંત પીસશે; અને દુબળા થઇ જશે એમ દુષ્ટોની યોજનાઓ નિષ્ફળ જશે.

1 2 3 4 5 6 7 8 9 10