ગીતશાસ્ત્ર 110 : 1 (GUV)
દાઉદનું ગીત. યહોવાએ મારા પ્રભુને કહ્યું, “હું તારા શત્રુઓને તારું પાયાસન કરું ત્યાં સુધી તું મારે જમણે હાથે બેસ.”
ગીતશાસ્ત્ર 110 : 2 (GUV)
યહોવા સિયોનમાંથી તમારા સામર્થ્યનો રાજદંડ મોકલશે; તમારા શત્રુઓ ઉપર રાજ કરો.
ગીતશાસ્ત્ર 110 : 3 (GUV)
તમારી સત્તાના સમયમાં તમારા લોક ખુશીથી અર્પણ થાય છે; પવિત્ર વસ્‍ત્ર પહેરીને, અને મળસકાના ગર્ભસ્થાનમાંથી [નીકળીને તમે આવો છો], તમારી પાસે તમારી યુવાવસ્થાનો ઓસ છે.
ગીતશાસ્ત્ર 110 : 4 (GUV)
યહોવાએ સમ ખાધા, તે પસ્તાવો કરશે નહિ, “તમે મેલ્ખીસદેકના ધારા પ્રમાણે સનાતન યાજક છો.”
ગીતશાસ્ત્ર 110 : 5 (GUV)
જે‍ પ્રભુ તમારે જમણે હાથે છે તે પોતાના કોપને દિવસે રાજાઓના કકડેકકડા કરી નાખશે.
ગીતશાસ્ત્ર 110 : 6 (GUV)
વિદેશીઓનો તે ન્યાય કરશે, મુડદાંથી [રણક્ષેત્ર] ભરાઈ જશે; વિશાળ દેશમાં તે માથાં ભાંગી નાખશે.
ગીતશાસ્ત્ર 110 : 7 (GUV)
માર્ગમાંના નાળાનું પાણી તે પીશે; અને તેથી તે પોતાનું માથું ઊંચું કરશે.

1 2 3 4 5 6 7

BG:

Opacity:

Color:


Size:


Font: