ગીતશાસ્ત્ર 108 : 1 (GUV)
હે દેવ, મેં મારા હૃદય અને આત્માને તૈયાર કર્યા છે, હું તમારી સ્તુતિ કરીશ. ગીતો ગાઇશ અને તમારી સમક્ષ ખુશ થઇશ.
ગીતશાસ્ત્ર 108 : 2 (GUV)
જાગો, ઓ વીણા અને સારંગી; ચાલો આપણે પ્રભાતને જગાડીએ.
ગીતશાસ્ત્ર 108 : 3 (GUV)
“હે યહોવા, હું પ્રજાઓની તથા બીજા લોકોની વચ્ચે પણ તમારી સ્તુતિ કરીશ, હું તમારા સ્તોત્ર ગાઇશ.”
ગીતશાસ્ત્ર 108 : 4 (GUV)
કારણ, તમારી કૃપા આકાશ કરતાં મોટી છે અને તમારું વિશ્વાસુપણું વાદળો સુધી પહોંચે છે.
ગીતશાસ્ત્ર 108 : 5 (GUV)
હે દેવ, સ્વર્ગથીય ઊંચા ઊઠો! ભલે સમગ્ર દુનિયા તમારું ગૌરવ જુએ!
ગીતશાસ્ત્ર 108 : 6 (GUV)
દેવ, તમારા પ્રિય મિત્રોની રક્ષા માટે આ કરો, તમે તમારા મહાસાર્મથ્ય સહિત આવો અને તેમને ઉગારો.
ગીતશાસ્ત્ર 108 : 7 (GUV)
દેવ તેમના પવિત્ર મંદિરમાંથી બોલ્યા, “હું યુદ્ધ જીતીશ અને આનંદ પામીશ. હું આ ભૂમિ વહેંચીશ, અને તેમને શખેમ તથા સુકકોથની ખીણ આપીશ.
ગીતશાસ્ત્ર 108 : 8 (GUV)
ગિલયાદ અને મનાશ્શા પણ મારા છે; એફ્રાઇમ માથાનો ટોપ છે અને, યહૂદિયા મારો રાજદંડ છે.
ગીતશાસ્ત્ર 108 : 9 (GUV)
મોઆબ મારા પગ ધોવાનો વાટકો બનશે. અદોમ મારા ખાસડા ઊંચકી લાવશે, હું પલિસ્તીઓને હરાવીશ અને જયનાદ કરીશ!”
ગીતશાસ્ત્ર 108 : 10 (GUV)
મને કોટબંધ નગરમાં કોણ લઇ જશે? અને મને અદોમમાં કોણ દોરી જશે?
ગીતશાસ્ત્ર 108 : 11 (GUV)
હે યહોવા, શું તમે અમને તરછોડ્યાં છે? હે દેવ, તમે અમારા સૈન્યને તજ્યું છે?
ગીતશાસ્ત્ર 108 : 12 (GUV)
અમને અમારા શત્રુઓ સામે મદદ કરો, અમને મદદ કરો, લોકો તરફની મદદ નકામી છે!
ગીતશાસ્ત્ર 108 : 13 (GUV)
અમે દેવની સહાયથી પરાક્રમો કરીશું; હા, એ જ અમારા શત્રુઓને કચડી નાંખશે.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13