ગીતશાસ્ત્ર 106 : 1 (GUV)
યહોવાની સ્તુતિ કરો. યહોવાનો આભાર માનો; કેમ કે તે ઉત્તમ છે; તેમની કૃપા સદાકાળ [ટકે છે].
ગીતશાસ્ત્ર 106 : 2 (GUV)
યહોવાનાં મહાન કૃત્યો કોણ વર્ણવી શકે? તેમની સંપૂર્ણ સ્તુતિ કોણ કરી શકે?
ગીતશાસ્ત્ર 106 : 3 (GUV)
ન્યાય પાળનારાઓને, તથા પવિત્રતાને ધોરણે નિત્ય ચાલનારને, ધન્ય છે.
ગીતશાસ્ત્ર 106 : 4 (GUV)
હે યહોવા, જે મહેરબાની તમે તમારા લોકો પર રાખો છો, તે મહેરબાનીથી તમે મને સંભારો; તમારું તારણ આપીને મારી મુલાકાત લો;
ગીતશાસ્ત્ર 106 : 5 (GUV)
જેથી હું તમારા પસંદ કરેલાઓનું કલ્યાણ જોઉં, તમારી પ્રજાના આનંદમાં હું આનંદ માણું, ને તમારા વારસાની સાથે હું હર્ષનાદ કરું.
ગીતશાસ્ત્ર 106 : 6 (GUV)
અમારા પિતૃઓએ તેમ અમે પણ પાપ કર્યું છે, અમે અન્યાય કર્યો છે. અમે દુષ્ટતા કરી છે.
ગીતશાસ્ત્ર 106 : 7 (GUV)
મિસરમાંના તમારા ચમત્કારો અમારા પિતૃઓ સમજ્યા નહિ; તેઓએ તમારી અપાર કૃપા સંભારી નહિ; પણ સમુદ્ર પાસે એટલે લાલ સમુદ્ર પાસે, તેઓએ તમને ચીડવ્યા.
ગીતશાસ્ત્ર 106 : 8 (GUV)
તોપણ તેમણે પોતાના નામની ખાતર અને પોતાનું પરાક્રમ બતાવવાને માટે, તેમને તાર્યા;
ગીતશાસ્ત્ર 106 : 9 (GUV)
લાલ સમુદ્રને પણ તેમણે ધમકાવ્યો, એટલે તે સુકાઈ ગયો; એ પ્રમાણે તેમણે જાણે મેદાનમાં હોય તેમ ઊંડાણોમાં થઈને તેઓને દોરી લીધા.
ગીતશાસ્ત્ર 106 : 10 (GUV)
તેમણે તેઓના વૈરીઓના હાથમાંથી તેઓને તાર્યા, દુશ્મનના હાથમાંથી તેઓને છોડાવ્યા.
ગીતશાસ્ત્ર 106 : 11 (GUV)
તેઓના દુશ્મનો પર પાણી ફરી વળ્યું; તેમાંનો એકે બચ્યો નહિ.
ગીતશાસ્ત્ર 106 : 12 (GUV)
ત્યારે તેઓએ તેમની વાતો પર વિશ્વાસ રાખ્યો; તેઓએ તેમનાં સ્તોત્ર ગાયાં.
ગીતશાસ્ત્ર 106 : 13 (GUV)
પણ તેઓ જલદી તેમનાં કૃત્યો વીસરી ગયા; તેમની સલાહ સાંભળવાને તેઓએ ધીરજ રાખી નહિ.
ગીતશાસ્ત્ર 106 : 14 (GUV)
પણ અરણ્યમાં તેઓએ ઘણી જ દુર્વાસના કરી, અને રાનમાં ઈશ્વરની પરીક્ષા કરી.
ગીતશાસ્ત્ર 106 : 15 (GUV)
તેમણે તેઓની માગણી પ્રમાણે તેમને આપ્યું; પણ તેઓને આત્મિક નુકસાન થયું.
ગીતશાસ્ત્ર 106 : 16 (GUV)
તેઓએ છાવણીમાં મૂસાની તથા યહોવાના ભક્ત હારુનની પણ, અદેખાઈ કરી.
ગીતશાસ્ત્ર 106 : 17 (GUV)
ભૂમિ ફાટીને દાથાનને ગળી ગઈ, અને અબિરામના મંડળને ઢાંકી દીધું.
ગીતશાસ્ત્ર 106 : 18 (GUV)
તેઓના મંડળમાં અગ્નિ સળગી ઊઠ્યો! તેના ભડકાએ દુષ્ટોને બાળી નાખ્યા.
ગીતશાસ્ત્ર 106 : 19 (GUV)
તેઓએ હોરેબ આગળ વાછરડો બનાવ્યો, અને ઢાળેલી મૂર્તિની પૂજા કરી.
ગીતશાસ્ત્ર 106 : 20 (GUV)
આ પ્રમાણે તેઓએ ઘાસ ખાનાર ગોધાની પ્રતિમા પસંદ કરીને પોતાનો મહિમા બદલી નાખ્યો.
ગીતશાસ્ત્ર 106 : 21 (GUV)
જે યહોવાએ મિસરમાં મહામોટાં કૃત્યો, તથા હામના દેશમાં આશ્ચર્યકારક કાર્યો,
ગીતશાસ્ત્ર 106 : 22 (GUV)
અને લાલ સમુદ્ર પાસે ભયંકર કામો કર્યાં હતાં, તેમને, પોતાના તારનાર ઈશ્વરને, તેઓ વીસરી ગયા.
ગીતશાસ્ત્ર 106 : 23 (GUV)
માટે તેમણે તેઓનો સંહાર કરવાને કહ્યું; પણ તેઓનો સંહાર કરવાને થયેલા આ કોપને શમાવવાને તેમનો પસંદ કરેલો મૂસા વચ્ચે પડ્યો, અને પ્રભુની સમક્ષ આવીને ઊભો રહ્યો.
ગીતશાસ્ત્ર 106 : 24 (GUV)
તેઓએ તે મનોહર દેશને તુચ્છ ગણ્યો, તેઓએ તેની વાતનો વિશ્વાસ કર્યો નહિ;
ગીતશાસ્ત્ર 106 : 25 (GUV)
તેઓએ પોતાના ડેરાઓમાં કચકચ કરીને યહોવાની વાણી સાંભળી નહિ.
ગીતશાસ્ત્ર 106 : 26 (GUV)
માટે અરણ્યમાં તેઓનો નાશ કરવાને, તથા વિદેશીઓમાં તેઓનાં સંતાનને વેરણ-ખેરણ કરવાને,
ગીતશાસ્ત્ર 106 : 27 (GUV)
અને દેશપરદેશમાં તેઓને વિખેરી નાખવાને, તેઓની વિરુદ્ધ તેમણે પોતાનો હાથ ઊંચો કર્યો,
ગીતશાસ્ત્ર 106 : 28 (GUV)
પેઓરના બઆલ [ની પૂજા] માં તેઓ સામેલ થયા; અને મૂએલાંનાં‍ શ્રાદ્ધ ખાધાં.
ગીતશાસ્ત્ર 106 : 29 (GUV)
એ પ્રમાણે તેઓએ પોતાની કરણીઓથી યહોવાને ચીડવ્યા; અને તેઓમાં મરકી ફાટી નીકળી.
ગીતશાસ્ત્ર 106 : 30 (GUV)
જ્યારે ફીનહાસે ઊભા થઈને [એમને] શિક્ષા કરી, ત્યારે મરકી બંધ પડી.
ગીતશાસ્ત્ર 106 : 31 (GUV)
આ તેનું કામ તેના લાભમાં પેઢી દરપેઢી ને સર્વકાળ માટે ન્યાયીપણાને અર્થે ગણવામાં આવ્યું.
ગીતશાસ્ત્ર 106 : 32 (GUV)
મરીબાના પાણીના સંબંધમાં પણ તેઓએ ઈશ્વરને ખીજવ્યા, કેમ કે તેઓએ તેમના આત્માની વિરુદ્ધ બંડ ઉઠાવ્યું;
ગીતશાસ્ત્ર 106 : 33 (GUV)
જેથી તેઓને ખાતર મૂસાએ પણ ભૂલ કરી, અને તે પોતાને મુખે અવિચારથી બોલ્યો.
ગીતશાસ્ત્ર 106 : 34 (GUV)
જે લોકોનો નાશ કરવાની યહોવાએ આજ્ઞા આપી હતી, તેમનો તેઓએ નાશ કર્યો નહિ;
ગીતશાસ્ત્ર 106 : 35 (GUV)
પણ વિદેશીઓની સાથે તેઓ ભળી ગયા, અને તેઓનાં કામ શીખ્યા.
ગીતશાસ્ત્ર 106 : 36 (GUV)
તેઓએ તેમની મૂર્તિઓની સેવા કરી; અને તે તેઓને પાશરૂપ થઈ પડી.
ગીતશાસ્ત્ર 106 : 37 (GUV)
વળી તેઓએ પોતાનાં દીકરા- દીકરીઓનું અશુદ્ધ આત્માઓને બલિદાન આપ્યું,
ગીતશાસ્ત્ર 106 : 38 (GUV)
તેઓએ નિરપરાધી રક્ત, એટલે પોતાનાં દીકરાદીકરીઓનું રક્ત, વહેવડાવ્યું; તેઓએ એમને કનાનની મૂર્તિઓને ચઢાવ્યાં; અને રક્તથી દેશને અશુદ્ધ કર્યો.
ગીતશાસ્ત્ર 106 : 39 (GUV)
આ પ્રમાણે તેઓ પોતાનાં કૃત્યોથી ભ્રષ્ટ થઈ ગયા, અને પોતાની કરણીઓથી વ્યભિચારી થયા.
ગીતશાસ્ત્ર 106 : 40 (GUV)
તે માટે પોતાના લોકો સામે યહોવાનો કોપ સળગી ઊઠ્યો. અને પોતાના વારસામાંથી તે કંટાળી ગયા.
ગીતશાસ્ત્ર 106 : 41 (GUV)
તેમણે તેઓને વિદેશીઓના હાથમાં સોંપ્યાં; તેમના વૈરીઓએ તેમના ઉપર રાજ કર્યું,
ગીતશાસ્ત્ર 106 : 42 (GUV)
તેઓના શત્રુઓએ પણ તેઓને કચડ્યા, અને તેઓના હાથ નીચે પડીને તેઓ તાબેદાર થયા.
ગીતશાસ્ત્ર 106 : 43 (GUV)
તેમણે ઘણી વાર તેઓનો બચાવ કર્યો, પણ તેઓ પોતાની મરજી પ્રમાણે ચાલીને તેમની સામા થયા, અને પોતાના અન્યાયને લીધે તેઓ પાયમાલ થઈ ગયા.
ગીતશાસ્ત્ર 106 : 44 (GUV)
તોપણ તેઓનો વિલાપ સાંભળીને તેમણે તેમનું સંકટ લક્ષમાં લીધું,
ગીતશાસ્ત્ર 106 : 45 (GUV)
તેઓને માટે તેમણે પોતાનો કરાર યાદ કર્યો, અને પોતાની પુષ્કળ દયાને લીધે પસ્તાવો કર્યો.
ગીતશાસ્ત્ર 106 : 46 (GUV)
વળી તેમણે તેઓને બંદીવાન કરનારાઓની પાસે તેમના પર કરુણા કરાવી.
ગીતશાસ્ત્ર 106 : 47 (GUV)
હે યહોવા અમારા, ઈશ્વર, અમને તારો, અને તમારા પવિત્ર નામનો આભાર માનવાને તથા તમારી સ્તુતિ કરીને જય જયકાર કરવાને વિદેશીઓમાંથી અમને વીણીને એકત્ર કરો.
ગીતશાસ્ત્ર 106 : 48 (GUV)
ઇઝરાયલના ઈશ્વર યહોવા અનાદિકાળથી અનંતકાળ સ્તુત્ય મનાઓ. અને સર્વ લોકો આમીન કહો. તમે યહોવાની સ્તુતિ કરો.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48

BG:

Opacity:

Color:


Size:


Font: