નીતિવચનો 6 : 1 (GUV)
મારા દીકરા, જો તું તારા પડોશીનો જામીન થયો હોય, જો તેં પારકાને માટે કોલ આપ્યો હોય,
નીતિવચનો 6 : 2 (GUV)
તો તું તારા મુખનાં વચનોથી ફસાયો છે, તું તારા મુખના શબ્દોથી સપડાયો છે;
નીતિવચનો 6 : 3 (GUV)
તો, મારા દીકરા, તારા પડોશીના હાથમાં તું આવી ગયો છે, માટે તેનાથી છૂટી જવાને હમણાં જ આ કર: જા, તારા પડોશીની આગળ નમી જઈને કાલાવાલા કર.
નીતિવચનો 6 : 4 (GUV)
તારી આંખને નિદ્રા અને તારાં પોપચાંને ઊંઘ લેવા ન દે.
નીતિવચનો 6 : 5 (GUV)
જેમ [શિકારીને] કબજેથી હરણી, અને પારધીના હાથમાંથી પક્ષી [છૂટી જાય], તેમ તું પોતાને છૂટો કર.
નીતિવચનો 6 : 6 (GUV)
હે આળસુ, તું કીડી પાસે જા; તેના માર્ગોનો વિચાર કરીને બુદ્ધિમાન થા:
નીતિવચનો 6 : 7 (GUV)
તેને તો કોઈ નાયક, મુકાદમ કે હાકેમ નથી,
નીતિવચનો 6 : 8 (GUV)
તેમ છતાં તે ઉનાળામાં પોતાના અન્‍નનો સંગ્રહ કરે છે, અને કાપણીની મોસમમાં પોતાનો ખોરાક ભરી રાખે છે.
નીતિવચનો 6 : 9 (GUV)
હે આળસુ, તું ક્યાં સુધી સૂઈ રહેશે? ક્યારે તું નિદ્રામાંથી ઊઠશે?
નીતિવચનો 6 : 10 (GUV)
[તું કહે છે, “હજી] થોડીક નિદ્રા, થોડીક ઊંઘ, ટૂંટિયાં વાળીને થોડોક આરામ [લેવા દો];”
નીતિવચનો 6 : 11 (GUV)
એમ કરવાથી તારી દરિદ્રતા લૂંટારાની જેમ, અને તારી કંગાલાવસ્થા હથિયારબંધ માણસની જેમ આવી પડશે.
નીતિવચનો 6 : 12 (GUV)
લુચ્ચો તથા દુષ્ટ માણસ, આડે મોઢે બોલે છે;
નીતિવચનો 6 : 13 (GUV)
તે પોતાની આંખે મીંચકારા મારે છે, તે પોતાના પગોથી ઇશારા કરે છે, તે પોતાની આંગળીઓથી સંકેત કરે છે;
નીતિવચનો 6 : 14 (GUV)
તેના હ્રદયમાં આડાઈ છે, તે સતત તરકટ રચ્યા કરે છે; તે કુસંપનાં બીજ રોપે છે.
નીતિવચનો 6 : 15 (GUV)
માટે એકાએક તેના પર વિપત્તિ આવી પડશે; અચાનક તેનો નાશ થશે, અને તેનો કંઈ ઉપાય ચાલશે નહિ.
નીતિવચનો 6 : 16 (GUV)
છ વાનાં યહોવા ધિક્કારે છે; હા, સાત વાનાં પ્રભુને કંટાળો ઉપજાવે છે:
નીતિવચનો 6 : 17 (GUV)
એટલે ગર્વિષ્ઠ આંખો, જૂઠાબોલી જીભ, નિર્દોષ લોહી વહેવડાવનાર હાથ;
નીતિવચનો 6 : 18 (GUV)
દુષ્ટ તરંગો‍‍ રચનાર હ્રદય, નુકસાન કરવાને દોડી જનાર જલદ પગ;
નીતિવચનો 6 : 19 (GUV)
અસત્ય ઉચ્ચારનાર જૂઠો સાક્ષી, અને ભાઈઓમાં કુસંપનું બીજ વાવનાર.
નીતિવચનો 6 : 20 (GUV)
મારા દીકરા, તારા પિતાની આજ્ઞા પાળ, અને તારી માની શિખામણનો ત્યાગ ન કર;
નીતિવચનો 6 : 21 (GUV)
તેમને સદા તારા અંત:કરણમાં સંઘરી રાખ, તેમને તારે ગળે બાંધ.
નીતિવચનો 6 : 22 (GUV)
તું ચાલતો હશે, ત્યારે તે તને દોરશે; તું સૂતો હશે, ત્યારે તે તારી ચોકી કરશે; તું જાગતો હશે, ત્યારે તે તારી સાથે વાતચીત કરશે.
નીતિવચનો 6 : 23 (GUV)
કેમ કે આજ્ઞા દીપક છે, અને શિક્ષણ તથા તેની સાથે નસીહત એ જીવનનો માર્ગ છે;
નીતિવચનો 6 : 24 (GUV)
તે તને ભૂંડી સ્‍ત્રીથી, તથા પરનારીની જીભની ખુશામતથી બચાવવા માટે છે.
નીતિવચનો 6 : 25 (GUV)
તારું અંત:કરણ તેની ખૂબસૂરતી પર મોહિત ન થાય; અને તેની આંખોનાં પોપચાંથી તું ફિદા ન થઈ જા.
નીતિવચનો 6 : 26 (GUV)
કેમ કે વેશ્યા સ્‍ત્રીને લીધે પુરુષની ખાનાખરાબી થાય છે. અને વ્યભિચારિણી મૂલ્યવાન જીવનો શિકાર શોધે છે.
નીતિવચનો 6 : 27 (GUV)
કોઈ માણસ પોતાના ખોળામાં અગ્નિ લે, તો શું તેનાં લૂંગડાં બળ્યા વગર રહે?
નીતિવચનો 6 : 28 (GUV)
જો કોઈ માણસ અંગારા પર ચાલે, તો શું તેના પગ દાઝ્યા વગર રહે?
નીતિવચનો 6 : 29 (GUV)
જે કોઈ પોતાના પડોશીની પત્ની પાસે જાય છે તેને એમ જ [થાય છે]; જે કોઈ તેને અડકે છે તે શિક્ષા પામ્યા વગર નહિ રહે
નીતિવચનો 6 : 30 (GUV)
જો કોઈ માણસ ભૂખ્યો હોવાથી પોતાના જીવને તૃપ્ત કરવા માટે ચોરી કરે, તો લોકો એવાને ધિક્કારતા નથી;
નીતિવચનો 6 : 31 (GUV)
પણ જો તે પકડાય, તો તેને સાતગણું પાછું ભરી આપવું પડશે; તેને પોતાના ઘરની બધી સંપત્તિ આપી દેવી પડશે.
નીતિવચનો 6 : 32 (GUV)
સ્‍ત્રીની સાથે વ્યભિચાર કરનાર અક્કલહીન છે; તે પોતાના આત્માનો નાશ કરનારું કૃત્ય છે.
નીતિવચનો 6 : 33 (GUV)
તેને ઘા તથા અપમાન મળશે; અને તેનું લાંછન ભૂંસાઈ જશે નહિ.
નીતિવચનો 6 : 34 (GUV)
કેમ કે વહેમ એ પુરુષનો કાળ છે; વૈરને દિવસે તે કંઈ કાચું રાખશે નહિ.
નીતિવચનો 6 : 35 (GUV)
ગમે તેટલી ગુનેગારીની તે દરકાર કરશે નહિ; તું ઘણી ભેટો આપશે, તોપણ તે સંતોષ પામશે નહિ.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35

BG:

Opacity:

Color:


Size:


Font: