નીતિવચનો 31 : 1 (GUV)
માસાઅ પાસેથી રાજા લમૂએલના નીતિવચનો જે તેને તેની માતાએ શીખવાડયા હતાં:
નીતિવચનો 31 : 2 (GUV)
“ઓ મારા પુત્ર, ઓ મારા ગર્ભના દીકરા, હે મારી પ્રતિજ્ઞાઓના દીકરા, છે.
નીતિવચનો 31 : 3 (GUV)
તારી શકિત સ્ત્રીઓ ઉપર ન ખચીર્શ, તેમ તારી સત્તા એ રાજાઓનો નાશ કરનારા ઉપર ન વાપરીશ.
નીતિવચનો 31 : 4 (GUV)
દ્રાક્ષારસ પીવો તે રાજાનું કામ નથી, ઓ લમૂએલ; દ્રાક્ષારસની પાછળ ઝૂરવું એ રાજકર્તાનું કામ નથી.
નીતિવચનો 31 : 5 (GUV)
કારણ કે પીવાને લીધે તેઓ પોતાના નિયમો ભૂલી જાય છે અને કચડાયેલાઓને નિષ્પક્ષન્યાય આપી શકે નહિ.
નીતિવચનો 31 : 6 (GUV)
જેઓ મરવાની અણી પર હોય તેને દ્રાક્ષારસ, અને જેઓ દુભાયેલા હોય તેને દ્રાક્ષારસ આપવો.
નીતિવચનો 31 : 7 (GUV)
તેઓ દ્રાક્ષારસ પી શકશે અને પોતાની ગરીબી ભૂલી જશે અને પોતાનાં દુ:ખોને સંભારશે નહિ.
નીતિવચનો 31 : 8 (GUV)
જે પોતા માટે બોલી શકતો નથી તેને માટે તું બોલ અને તું નિરાધારોના હકનો પક્ષ કર.
નીતિવચનો 31 : 9 (GUV)
અને તેનો સાચો ન્યાય કર, દીનદુ:ખીઓના અને જરૂરતમંદનાં હક્કનું રક્ષણ કર.
નીતિવચનો 31 : 10 (GUV)
સદગુણી પત્ની કોને મળે? હીરામાણેક કરતાં પણ એનું મૂલ્ય વધારે છે.
નીતિવચનો 31 : 11 (GUV)
તેનો પતિ તેના પર પૂરો વિશ્વાસ રાખે છે, અને તેને સંપતિની કોઇ ખોટ નથી.
નીતિવચનો 31 : 12 (GUV)
તે જીવનભર પોતાના પતિનું ભલું જ કરે છે, કદી ખોટું કરતી નથી.
નીતિવચનો 31 : 13 (GUV)
તે ઊન અને શણ ભેગું કરે છે અને તેને ખંતથી પોતાના હાથે કાંતવામાં આનંદ માણે છે.
નીતિવચનો 31 : 14 (GUV)
તે વેપારીના વહાણ જેવી છે, તે દૂરથી પોતાનું અન્ન લઇ આવે છે.
નીતિવચનો 31 : 15 (GUV)
ઘરનાં સર્વને માટે ખાવાનું તૈયાર કરવા તે પરોઢ થતાં પહેલાં ઊઠી જાય છે, અને તેની દાસીઓ માટે દિવસભરના કામનું આયોજન કરે છે.
નીતિવચનો 31 : 16 (GUV)
તે બહાર જાય છે, ખેતર તપાસે છે અને ખરીદે છે. પોતાના નફામાંથી તે પોતાના હાથો વડે તે દ્રાક્ષની વાડી રોપે છે.
નીતિવચનો 31 : 17 (GUV)
તે ખડતલ અને ભારે ઉદ્યમી છે. તે કમર કસીને કામ કરે છે.
નીતિવચનો 31 : 18 (GUV)
તે પોતાના વેપારના નફાનો ખ્યાલ રાખે છે. તેથી રાતભર તેનો દીવો હોલવાતો નથી.
નીતિવચનો 31 : 19 (GUV)
તે એક હાથે પૂણી પકડે છે ને બીજે હાથે રેંટિયો ચલાવે છે.
નીતિવચનો 31 : 20 (GUV)
તે ગરીબોને ઉદાર મને આપે છે અને દીનદુ:ખીને છૂટે હાથે મદદ કરે છે.
નીતિવચનો 31 : 21 (GUV)
તેનાં ઘરના સભ્યો માટે તેને શિયાળાની બીક નથી. તેનાં આખા કુટુંબે ઊનનાં કિરમજી વસ્ત્ર પહેરેલાં છે.
નીતિવચનો 31 : 22 (GUV)
તે પોતાને માટે રજાઇઓ બનાવે છે; તેનાં વસ્ત્રો ઝીણા મલમલનાં તથા જાંબુડા રંગના છે.
નીતિવચનો 31 : 23 (GUV)
તેનો પતિ નગર દરવાજે આદર પામે છે અને દેશનાં મુખ્ય આગેવાનોમાં તેની ઊઠબેસ છે.
નીતિવચનો 31 : 24 (GUV)
તે વસ્ત્રો અને કમરબંધ વણીને વેપારીઓને વેચેછે.
નીતિવચનો 31 : 25 (GUV)
શકિત અને પ્રતિષ્ઠા તેના વસ્ત્રો છે. તે ભવિષ્ય વિષે ચિંતિત નથી. તેને વૃદ્ધાવસ્થાનો ડર નથી.
નીતિવચનો 31 : 26 (GUV)
તેના મોઢામાંથી જ્ઞાનની વાતો નીકળે છે. નમ્ર સૂચનો તેની જીભમાંથી નીકળે છે.
નીતિવચનો 31 : 27 (GUV)
તે પોતાના ઘરમાં બધા કામની દેખરેખ રાખે છે. અને તે કદી આળસ કરતી નથી.
નીતિવચનો 31 : 28 (GUV)
તેનાં સંતાનો જીવનમાં ઊંચે ઊડે છે, અને તેને ધન્યવાદ આપે છે. અને તેના પતિ તેના વખાણ કરે છે અને પ્રશંસા કરતાં કહે છે કે,
નીતિવચનો 31 : 29 (GUV)
જગતમાં ઘણી સદાચારી સ્ત્રીઓ છે, પણ તું તે સર્વ કરતાં ઉત્તમ છે.
નીતિવચનો 31 : 30 (GUV)
લાવણ્યામક છે, અને સૌદર્ય ક્ષણિક છે. પરંતુ યહોવાનો ડર રાખનાર સ્ત્રીની પ્રંશસા થશે.
નીતિવચનો 31 : 31 (GUV)
તેના કામની પ્રસંશા કરો અને ભલે તે તેને નગર દરવાજે પ્રતિષ્ઠા અપા

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31

BG:

Opacity:

Color:


Size:


Font: